ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી નેક્સાએ પણ પોતાની યર એન્ડ ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી દીધી છે. કંપની પોતાની ઇગ્નિસ, બલેનો, સિયાઝ અને એસ-ક્રોસ સહિતની તમામ કાર્સ પર 85000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લાવી છે. આ ડિસ્કાઉન્ટ સિટી અને શોરૂમ પ્રમાણે અલગ-અલગ હોઇ શકે છે. ડિસ્કાઉન્ટ યર-એન્ડ અથવા કાર્સનો સ્ટોક ક્લિયર થવા સુધી આપવામાં આવશે.
Maruti Suzuki Ignis : 85,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
નેક્સાની સૌથી સસ્તી કાર ઇગ્નિસ છે. તેની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 4.66 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન 5 સ્પીડ ગિઅર-બોક્સ સાથે આવે છે. તે મેન્યુઅલ અને AMT બંને ઓપ્શનમાં છે. કંપની આ કાર પર 85000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં 25000 રૂપિયાનું બોનસ સામેલ છે.
Maruti Suzuki Baleno : 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
નેક્સાની સૌથી વધુ વેચાતી કાર બલેનો છે. માત્ર ત્રણ જ વર્ષમાં આ કારના 5 લાખથી વધુ યુનિટ વેચાઇ ચૂક્યા છે. તે 1.2 લીટર પેટ્રોલ અને 1.3 લીટર ડીઝલ એન્જિન સાથે આવે છે. બંનેમાં 5 સ્પીડ ગિઅર બોક્સ છે. પેટ્રોલ વેરિઅન્ટમાં CVT ઓટોમેટિકનો પણ ઓપ્શન છે. આ પ્રીમિયમ હેચબેક પર કંપની વર્ષ પૂર્ણ થવાને કારણે 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ સામેલ છે.
Maruti Suzuki Ciaz : 70,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ
હવે સિયાઝનું વેચાણ પણ નેક્સા કરે છે. આ પ્રીમિયમ સેડાનમાં 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે ડ્યુઅલ બેટરી માઇલ્ડ હાઇબ્રિડ એન્જિન સાથે આવે છે. કંપની આ કાર પર 70000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેના કેટલાંક વેરિઅન્ટ પર 50000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Maruti Suzuki S-cross : 75,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
મારુતિ સુઝુકી નેક્સાની સૌથી પ્રીમિયમ કાર S-Cross છે, જે સિંગલ એન્જિન ગિઅર બોક્સ સાથે આવે છે. તેમાં 1.3 લીટર ડીઝલ એન્જિન છે. કંપની આ કાર પર 75 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ આપી રહી છે.
નોંધઃ મારુતિ સુઝુકી નેક્સાની કાર્સ પર મળતી આ ઓફર તમારા શહેર અને ડીલર પ્રમાણે ચેન્જ થઇ શકે છે. શક્ય છે કે તમને અહીં દર્શાવેલ ઓફર કરતાં વધુ બેનિફિટ મળે અથવા શક્ય છે કે તમને અહીં દર્શાવેલ પૂરો બેનિફિટ ન પણ મળે.