• Home
  • Automobile
  • બજાજ ક્યૂટ કાર ટાટા નેનોથી નાની | Bajaj Qute smaller than Tata Nano

સાઇઝમાં નેનો કરતાં નાની છે આ કાર, પ્રદૂષણ અને પાર્કિંગની સમસ્યા કરશે સોલ્વ

ટાટા નેનો પછી ફરીથી ભારતમાં સસ્તી અને નાની કાર્સનું આવશે પૂર

divyabhaskar.com | Updated - Nov 23, 2018, 06:23 PM
બજાજની ક્યૂટ કારની કેબિન
બજાજની ક્યૂટ કારની કેબિન

ઓટો ડેસ્કઃ દેશમાં સતત વધતી પ્રદૂષણની સમસ્યામાંથી છૂટકારો મળે તે માટે સરકારે ક્વાડ્રિસાઇકલને મંજૂરી આપી દીધી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ આ વાતની પુષ્ટિ નોટિફિકેશન જાહેર કરીને કરી. જો કે, વિદેશમાં આ પ્રકારની ક્વાડ્રિસાઇકલ વેચાણ થઇ રહ્યું છે, અને ભારતમાં તેનું પ્રોડક્શન પણ ચાલી રહ્યું હતું, પરંતુ નાગરિકોને આવા વાહનનો ઉપયોગ કરવાની પરમિશન ન હતી.

ક્વાડ્રિસાઇકલ શું છે
ક્વાડ્રિસાઇકલ એક પ્રકારની કાર છે. જેને બજાજ 16 દેશોમાં એક્સપોર્ટ કરે છે. વ્હીકલ એક્સપર્ટે કહ્યું છે કે, ક્વાડ્રિસાઇકલ યુરોપના પ્રદૂષણ ઉત્સર્જન નિયમોમાં ખરી ઉતરી છે. તેવામાં પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહેલા દેશોમાં આ વ્હીકલ ખાસ ભૂમિકા ભજવશે. પ્રદૂષણની સમસ્યાને કારણે જ થોડા વર્ષો અગાઉ દિલ્હી સરકારે ઓડ-ઇવન નિયમ લાગૂ કર્યો હતો, પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા એવું માનવામાં આવ્યું કે, દિલ્હી સરકારના નિયમથી પ્રદૂષણની સમસ્યા સોલ્વ નહીં થાય.

ક્વાડ્રિસાઇકલની મેક્સિમમ સ્પીડ 70 કિમી/કલાક છે. તેનું પ્રદૂષણ અન્ય વાહનોની સરખામણીમાં નહિવત્ છે. સાથે જ તેનું મેક્સિમમ વજન 450 કિલોગ્રામ છે, તેની માઇલેજ 36 કિમી/લીટર છે. હાલમાં માત્ર બજાજ જ ક્વાડ્રિસાઇકલ બનાવે છે, પરંતુ સરકારની માન્યતા મળ્યા પછી વિદેશી અને અન્ય દેશી કંપનીઓ પણ તેનું પ્રોડક્શન શરૂ કરી શકે છે.

બજાજની ક્વાડ્રિસાઇકલની કિંમત
બજાજની ક્વાડ્રિસાઇકલનું નામ 'ક્યૂટ' છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં તેનું વેચાણ મેક્સિમમ 2થી 3 લાખ રૂપિયાની વચ્ચે થઇ શકે છે. ખાસ કરીને, આ નાના કદની કારને શહેરના ટ્રાફિકમાં સરળતાથી ચલાવી શકાશે. પાર્કિંગ માટે બજાજની ક્યૂટ કારને ઓછી સ્પેસની જરૂર પડશે, આથી પાર્કિંગનો પ્રશ્ન હશે ત્યાં પણ આ ક્યૂટ કારને સફળતા મળી શકે છે.

આગળ જુઓ બજાજની ક્યૂટ કારના ફોટોગ્રાફ્સ

બજાજની ક્યૂટ કાર ભારતમાં જ બને છે પણ એક્સપોર્ટ કરવામાં આવે છે
બજાજની ક્યૂટ કાર ભારતમાં જ બને છે પણ એક્સપોર્ટ કરવામાં આવે છે
આ ક્વાડ્રિસાઇકલ વ્હીકલની મેક્સિમમ સ્પીડ 70 કિમી/કલાક છે
આ ક્વાડ્રિસાઇકલ વ્હીકલની મેક્સિમમ સ્પીડ 70 કિમી/કલાક છે
4 પેસેન્જર્સ માટે બનેલા આ વાહનમાં 2+2નું કન્ફિગરેશન આપવામાં આવ્યું છે.
4 પેસેન્જર્સ માટે બનેલા આ વાહનમાં 2+2નું કન્ફિગરેશન આપવામાં આવ્યું છે.
X
બજાજની ક્યૂટ કારની કેબિનબજાજની ક્યૂટ કારની કેબિન
બજાજની ક્યૂટ કાર ભારતમાં જ બને છે પણ એક્સપોર્ટ કરવામાં આવે છેબજાજની ક્યૂટ કાર ભારતમાં જ બને છે પણ એક્સપોર્ટ કરવામાં આવે છે
આ ક્વાડ્રિસાઇકલ વ્હીકલની મેક્સિમમ સ્પીડ 70 કિમી/કલાક છેઆ ક્વાડ્રિસાઇકલ વ્હીકલની મેક્સિમમ સ્પીડ 70 કિમી/કલાક છે
4 પેસેન્જર્સ માટે બનેલા આ વાહનમાં 2+2નું કન્ફિગરેશન આપવામાં આવ્યું છે.4 પેસેન્જર્સ માટે બનેલા આ વાહનમાં 2+2નું કન્ફિગરેશન આપવામાં આવ્યું છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App