Home » Automobile » ભારતની સૌથી નાની બજાજ ક્યૂટ કાર | Bajaj Qute smaller than Tata Nano

હવે રસ્તા પર દોડશે સૌથી નાની 'કાર', 1.28 લાખ હોઇ શકે છે કિંમત

Divyabhaskar.com | Updated - Nov 27, 2018, 01:39 PM

50 કિમી પ્રતિ કલાક છે આ કારની ટોપ સ્પીડ

  • ભારતની સૌથી નાની બજાજ ક્યૂટ કાર | Bajaj Qute smaller than Tata Nano
    હાલમાં માત્ર બજાજ જ ક્વાડ્રિસાઇકલ બનાવે છે, પરંતુ સરકારની માન્યતા મળ્યા પછી વિદેશી અને અન્ય દેશી કંપનીઓ પણ તેનું પ્રોડક્શન શરૂ કરી શકે છે.

    ઓટો ડેસ્કઃ દેશમાં સતત વધતી પ્રદૂષણની સમસ્યામાંથી છૂટકારો મળે તે માટે સરકારે ક્વાડ્રિસાઇકલને મંજૂરી આપી દીધી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ નોટિફિકેશન દ્વારા આ વાતની જાહેરાત કરી. ક્વાડ્રિસાઇકલ યૂરોપિયન વ્હીકલ કેટેગરી છે, જે ચાર ટાયરવાળી માઇક્રો કાર તરીકે જાણીતી છે, જેના વજન, પાવર અને સ્પીડની મેક્સિમમ લિમિટ છે. બજાજ ઓટો આ કેટેગરીનું ફોર વ્હીલર લોન્ચ કરી ચૂકી છે અને તેની સંભવિત કિંમત 1.28 લાખ રૂપિયા હોઇ શકે છે.

    2012માં બજાજે લોન્ચ કરી હતી
    બજાજા ઓટોએ ક્વાડ્રિસાઇકલ કેટેગરીની Qute કારને 2012ના દિલ્હી ઓટો શોમાં RE60ના નામથી લોન્ચ કરી હતી. ભારતમાં ક્વાડ્રિસાઇકલને મંજૂરી ન હોવાને કારણ તેને માર્કેટમાં લોન્ચ થઇ શકી ન હતી. જૂન 2018માં કેન્દ્ર સરકારે ક્વાડ્રિસાઇકલની અલગ કેટેગરીની જાહેરાત કરી હતી, હવે સરકારે તેના પ્રાઇવેટ વાહન તરીકે ઉપયોગ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.

    શું છે બજાજ ક્યૂટની મેક્સિમમ સ્પીડ
    મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ અનુસાર, ક્વાડ્રિસાઇકલ કેટેગરીના વ્હીકલ માટે મેક્સિમમ સ્પીડ 50 કિમી/કલાક નક્કી કરવાલમાં આવી છે. તેથી વધુ સ્પીડ હોવા પર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વ્હીકલ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે.

    Bajaj Quteના ફીચર્સ
    બજાજ Qute માં 216.6 સીસીનું એન્જિન છે. પેટ્રોલથી ચાલતી આ કાર CNG અને LPG વેરિઅન્ટમાં પણ લોન્ચ થશે. સ્પીડોમીટર પર બજાજ ક્યૂટની મહત્તમ સ્પીડ 70 કિમી અને પીક પાવર 13.2 પીએસ છે. તેમાં પરફોર્મન્સ અને કંટ્રોલ વધારતું વોટર કૂલ્ડ ડિજિટલ ટ્રાઇ સ્પોર્ટ ઇગ્નિશન 4 વૉલ્વ એન્જિન યૂઝ કરવામાં આવ્યું છે. તેનું પ્રદૂષણ અન્ય વાહનોની સરખામણીમાં નહિવત્ છે. સાથે જ તેનું મેક્સિમમ વજન 450 કિલોગ્રામ છે, તેની માઇલેજ 36 કિમી/લીટર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ