• Home
  • Automobile
  • બજાજ પ્લેટિના 110 લોન્ચ | New Bajaj Platina 110 launched india

Bajaj Platina 110 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને નવા ફીચર્સ અંગે

બજાજ પ્લેટિના 110માં સેફ્ટી માટે ખાસ બ્રેકિંગ સિસ્ટમ આપી છે
બજાજ પ્લેટિના 110માં સેફ્ટી માટે ખાસ બ્રેકિંગ સિસ્ટમ આપી છે

divyabhaskar.com

Dec 03, 2018, 05:08 PM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં સૌથી વધુ વેચાતા બજેટ બાઇક્સ પૈકીની એક છે Bajaj Platina. કંપનીએ આ સસ્તી બાઇકને હવે વધુ પાવરફુલ અને સુરક્ષિત બનાવી છે. નવી પ્લેટિનાને 110 સીસી એન્જિન અને સીબીએસ બ્રેકિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ બજાજ પ્લેટિના 110 CBSની 49,300 રૂપિયા એક્સ-શોરૂમ કિંમત રાખી છે.

બજાજ પ્લેટિના 110નું એન્જિન
નવી બજાજ પ્લેટિનાને હજુ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટ કરવામાં નથી આવી, પરંતુ આ બાઇક ડીલરશિપ પર પહોંચવા લાગી છે. વર્તમાન મોડલમાં 102સીસીનું એરકૂલ્ડ એન્જિન આપ્યું છે, જે 7.8 bhpનો પાવર જનરેટ કરે છે. જ્યારે નવી પ્લેટિનામાં 115.5 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન મળશે, જે 8.5 bhpનો પાવર અને 9.8 Nm ટોર્ક જનરેટ કરે છે. જેમાં 4-સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

નવી પ્લેટિનાની નવી બ્રેકિંગ સિસ્ટમ
નવી પ્લેટિનામાં કંપનીએ CBS અર્થાત્ કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ આપી છે. બજાજે સીબીએસને એન્ટી-સ્કિડ બ્રેકિંગ સિસ્ટમ નામ આપ્યું છે. આ બાઇકમાં બંને તરફ ડ્રમ બ્રેક મળશે. ફ્રન્ટમાં ડિસ્ક બ્રેકનો પણ ઓપ્શન મળશે. બજાજે નવી પ્લેટિનાની સ્ટાઇલિંગમાં કોઇ બદલાવ નથી કર્યો. નવી બાઇકને ફ્રેશ લૂક આપવા માટે કંપનીએ તેમાં સ્પોર્ટી અને બોલ્ડ દેખાડતા નવા બોડી ગ્રાફિક્સ આપ્યા છે. આ બાઇકમાં ડિસ્કવરવાળા એલોય વ્હીલ મળશે. તે સિવાય બાઇકના રિયરમાં નાઇટ્રોજનવાળો શૉક એબ્ઝોર્બર અને ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ છે.

X
બજાજ પ્લેટિના 110માં સેફ્ટી માટે ખાસ બ્રેકિંગ સિસ્ટમ આપી છેબજાજ પ્લેટિના 110માં સેફ્ટી માટે ખાસ બ્રેકિંગ સિસ્ટમ આપી છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી