6 ગિયર ધરાવે છે Bajajની આ પાવરફુલ બાઇક, માત્ર 4 હજારના EMI પર ખરીદી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની મોસ્ટ સેલિંગ બાઇક નિર્માતા કંપની બજાજે ડોમિનાર(Dominar)નું સેલિંગ શરૂ કરી દીધું છે. કંપનીએ સોશિયલ મીડિયા પર તેના સેલિંગને લઇને એડ શેર કરી છે. તેવામાં જો તમે પણ આ પાવરફુલ બાઇકને ખરીદવા માગો છો તો, તમે ઇજી EMI  પર તેને ખરીદી શકો છો. આ માટે બજાજ ઓટો ફાઇનાન્સ કંપની તમને સરળતાથી લોન આપી રહી છે. આ બાઇકને ડિસ્ક બ્રેક અને એબીએસ બન્ને મોડલ સાથે લોન્ચ કરવામાં આવી છે. 
 
4,022ના ઇએમઆઇ પર ખરીદી શકો છો આ બાઇક

 

બજાજે ડોમિનાર 400ના બે વેરિએન્ટ ભારતમાં લોન્ચ કર્યાં છે. એક સ્ટાન્ડર્ડ અને બીજું એબીએસ. સ્ટાન્ડર્ડ વેરિએન્ટની એક્સશોરૂમ(અમદાવાદ) કિંમત 1.42 લાખ રૂપિયા અને ઓનરોડ પ્રાઇસ 1.58 લાખ રૂપિયા છે. જ્યારે એબીએસ વેરિએન્ટની એક્સશોરૂમ(અમદાવાદ) કિંમત 1.56 લાખ રૂપિયા અને ઓનરોડ પ્રાઇસ 1.81 લાખ રૂપિયા છે. આ બાઇક ખરીદવા માટે તમારે મિનિમમ 32 હજારનું ડાઉનપેમેન્ટ ભરવું પડશે. સ્ટાન્ડર્ડ વેરિએન્ટ ખરીદવા માટે 11 ટકાના ઇન્ટ્રેસ્ટ રેટ પર 36 મહીનાની લોન લેવાથી તમારે 4,022નું ઇએમઆઇ આપવું પડશે, જ્યારે એબીએસ ખરીદવા માટે 11 ટકાના ઇન્ટ્રેસ્ટ રેટ પર 36 મહીનાની લોન લેવાથી તમારે 4,426 રૂપિયા આપવા પડશે. 

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો  6 સ્પીડ ગિયરબોક્સ

અન્ય સમાચારો પણ છે...