ઇન્ડિયન માર્કેટમાં આવી નવી Bajaj Pulsar, બાઇક પર 6 જગ્યાએ મળશે નિયોન કલર લૂક; આટલી છે કિંમત

divyabhaskar.com

Nov 30, 2018, 11:21 AM IST
bajaj auto launch new pulsar neon

ઓટો ડેસ્ક: બજાજ ઓટોએ ઇન્ડિયામાં પોતાની પોપ્યુલર બાઇક પલ્સરનું નવું વેરિએંટ Pulsar 150 Neon લોન્ચ કરી દીધું છે. જેની દિલ્હીમાં એક્સ-શોરૂમ પ્રાઇસ 64,998 રૂપિયા છે. કંપનીએ પોતાની Pulsar 150 Classicને નવા નિયોન કલરમાં લોન્ચ કરી છે. બાઇક નિયોન રેડ, નિયોન યેલો અને નિયોન સિલ્વર કલરમાં મળશે.

બાઇકમાં અહીં મળશે નિયોન લૂક
- આ બાઇકમાં હેન્ડલેમ્પ આઇબ્રો, બેઝ, સાઇડ પેનલ, ગ્રેબ રેલ, થ્રી ડી લોકો અને અલોય વીલ્ઝ પર નિયોન હાઇલાઇટ્સ આપવામાં આવી છે.
- નિયોન રેડ, નિયોન યેલો અને નિયોન સિલ્વર ત્રણેય કલર્સ વેરિએંટમાં આ ચેલેન્જ મળશે.
- નિયોન યેલોને મેટ બ્લેક કલર સ્કીમ સાથે લોન્ચ કરવામાં આવી છે. જેમા કોસ્મેટિક ચેન્જ કરવામાં આવ્યા નથી.

બાઇકની પાવર અને એવરેજ
Pulsar 150 નિયોનમાં 149ccનો એર-કૂલ્ડ, સિંગલ-સિલેન્ડર, ટ્વિન-સ્પાર્કવાળુ એંજીન આપ્યું છે. બાઇક 8,000rpm પર 14hpના પાવર અને 6,000rpm પર 13.4Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5 સ્પીડ ગેરબોક્સ મળશે. સાથે 15 લીટરની પેટ્રોલ ટેંક આપી છે. કંપનીનું કહેવું છે કે આ 65kmplની એવરેજ આપશે. સેફ્ટી માટે તેના ફ્રન્ટમાં 240mm ડિસ્ક અને રિયરમાં 130mm ડ્રમ બ્રક આપવામાં આવી છે.

X
bajaj auto launch new pulsar neon
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી