તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • 2 મીનિટમાં કારની બેક સીટ પર તૈયાર થઇ જાય છે ઇમરજન્સી બેડ । Back Seat Travel Air Bed For Car

2 મીનિટમાં કારની બેક સીટ પર તૈયાર થઇ જાય છે ઇમરજન્સી બેડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતીય માર્કેટમાં હવે એવી કાર્સની ઘણી મોટી રેન્જ છે જેની અંદર વધારે સ્પેસ આપવામાં આવે છે. સીટને ફોલ્ડ કરીને ફુલ સાઇઝ બેડ પણ તૈયાર થઇ જાય છે. બીજી તરફ હેચબેક કારમાં સ્પેસ ઓછી હોય છે. પાછળની સીટ પર માત્ર એક વ્યક્તિ જ રેસ્ટ કરી શકે છે. જોકે, ટ્રાવેલ એર બેડની મદદથી બેક સીટ પર બે લોકો આરામ કરી શકે તેવો બેડ તૈયાર થઇ જાય છે. બેડ તૈયાર કરવામાં માત્ર 2 મીનિટનો સમય લાગે છે. 

 

બેક સીટવાળો ફુલ સાઇઝ બેડ

 

- આ પ્રકારના બેડને બેક સીટ ટ્રાવેલ એર બેડ કહેવામાં આવે છે. જે પીવીસી મટિરિયલથી તૈયાર કરવામાં આવે છે.
- આ બેડ વોટરપ્રૂફ હોય છે અને તેનો કારની બહાર પણ ઉપયોગ કરી શકાય છે.
- તેની કિંમત અંદાજે 2 હજાર રૂપિયાથી શરૂ થાય છે. ઓનલાઇન અને ઓફલાઇન સરળતાથી મળી જાય છે.
- આ બેડ સાથે એક એર કમ્પ્રેસર મશીન આવે છે, જેનાથી હવા ભરી શકાય છે.
- બેડ સાથે પિલો પણ આવે છે. તેને પણ એરથી તૈયાર કરવામાં આવે છે.
- બેડના એક ભાગમાં બે એર પિલર હોય છે. જે સીટની નીચે તરફ રાખવામાં આવે છે.
- બાળકો માટે આ બેડ ઘણા ઉપયોગી છે. ડ્રાઇવિંગ દરમિયાન તે સરળતાથી ઉંઘી શકે છે અને નીચે પણ નથી પડતાં.


આગળની સ્લાઇડ્સ પર જુઓ અલગ-અલગ કિંમતના અમુક ટ્રાવેલ એર બેડ....