અપકમિંગ / અપ્રિલિયા સ્ટોર્મ 125 ટુ વ્હીલર ભારતમાં લૉન્ચ થશે, માત્ર રૂ.1 હજારથી પ્રિ-લોન્ચ બુકિંગ શરુ

divyabhaskar.com

Apr 21, 2019, 04:24 PM IST
Apriilia Storm 125 to Two Wheeler will be launched in India
X
Apriilia Storm 125 to Two Wheeler will be launched in India

  • કંપનીએ ઓટો એક્સપો- 2018માં અપ્રિલિયા સ્ટોર્મ 125ને શો-કેસ કર્યું હતું
  • અપ્રિલિયા સ્ટોર્મ 125ની એક્સ શો-રૂમ કિંમત રૂ.65,000 રાખવામાં આવી છે

ઓટો ડેસ્ક. ઇટાલીની કંપની પિઆજો (Piaggio)એ ઓટો એક્સપો- 2018માં અપ્રિલિયા સ્ટોર્મ 125ને શો-કેસ કર્યું હતું. કંપની વર્ષ 2018માં જ અપ્રિલિયાને ભારતમાં લોન્ચ કરવા ઇચ્છતી હતી. પરંતુ કોઇ કારણોસર તેમ થઇ શક્યુ ન હતું. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે, કંપની આવતા મહિને અપ્રિલિયા સ્ટોર્મ 125ને લોન્ચ કરવાનો વિચાર કરી રહી છે.

એપ્રિલિયાનું એન્જિન 9.6PSનો પાવર અને 9.9Nmનો પિક ટોર્ક જનરેટ કરશે

1.અપ્રિલિયા સ્ટોર્મ 125ને ભારતમાં લોન્ચ કરવા માટે કંપનીએ પોતાના પસંદગીના ટુ-વ્હીલર ડીલર્સને પસંદ કરી લીધા છે. એટલું જ નહીં પણ કંપનીએ અપ્રિલિયા સ્ટોર્મ 125નું બુકિંગ કરવાનો આદેશ આપી દીધો છો. માત્ર 1 હજાર રૂપિયાના ટોકનથી અપ્રિલિયા સ્ટોર્મ 125 બુક થશે. ભારતમાં અપ્રિલિયા સ્ટોર્મ 125ની એક્સ શો-રૂમ કિંમત રૂ.65,000 રાખવામાં આવી છે. 
2.અપ્રિલિયા સ્ટોર્મ 125 તેના જૂના મોડલ SR 125 પર બેસ્ડ છે. તેને SR 125ની જ સ્ટાઇલ અને દેખાવ આપવામાં આવ્યો છે. જો કે સ્ટોર્મ 125માં SR 125ની સરખામણીમાં 14 ઈંચનાં વ્હીલ્સને બદલે 12 ઈંચનાં વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. તે સાથે  સ્ટોર્મ 125માં ઓફ-રોડ રબરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. 
3.મિકેનિકલ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્કૂટરમાં SR 125ની જેમ જ 125 CCનું સિંગલ સિલિન્ડર એન્જિન બેસાડવામાં આવ્યું છે, આ એન્જિન 9.6PSનો પાવર અને 9.9Nmનો પિક ટોર્ક જનરેટ કરશે. ફ્રન્ટ વ્હીલમાં ડિસ્ક બ્રેક અને રિઅર વ્હીલમાં ડ્રમ બ્રેક મળશે. આ સ્કૂટરમાં CBS (combined braking system) આપવામાં આવશે. 
4.કોમ્પિટિશનની વાત કરીએ તો ભારતના બજારમાં અપ્રિલિયા સ્ટોર્મ 125નો મુકાબલો TVS Ntorq 125 અને Honda Grazia જેવા ટુ-વ્હીલર સાથે થશે. 
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી