ઓટો ડેસ્કઃ કોઇંબતુર બેસ્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની એમ્પિયરે ભારતમાં બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. જેમાં એક Ampere V48 છે અને બીજું Reo Li-ion છે. એમ્પિયર વી48ની કિંમત 38 હજાર રૂપિયા જ્યારે લિ-ઓનની કિંમત 46 હજાર રૂપિયા છે. બન્ને સ્કૂટર્સમાં 250W બ્રશલેસ ડીસી મોટર આપવામાં આવી છે. જેને 48V લિથિયમ આઇઓન બેટરી પેકમાંથી પાવર મળે છે. આ બન્ને સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિ.મી. પ્રતિ કલાક છે.
કેટલી છે એવરેજ
સિંગલ ફુલ ચાર્જિંગ પર આ બન્ને ઇલેક્ટ્રિક સ્કૂટર 65થી 70 કિ.મી.ની રેન્જ આપે છે. સ્કૂટરમાં આપવામાં આવેલી બેટરીને ફુલ ચાર્જ થતાં ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. નવું એમ્પિયર વી40 અને રિઓ Li-ionની ટોપ સ્પીડ માત્ર 25 કિ.મી. પ્રતિ કલાકની છે. આ સ્કૂટરને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી રજિસ્ટ્રેશન નંબરની જરૂર રહેતી નથી. હાલ એમ્પિયર સ્કૂટર્સને ભારતમાં 14 રાજ્યોમાં વેચવામાં આવી રહ્યું છે અને તેની કુલ 150 જેટલી ડીલરશીપ છે. આ કંપનીએ 2008થી લઇને અત્યારસુધીમાં લગભગ 35 હજાર જેટલા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ વેંચ્યા છે.
ચાર્જર પણ કર્યું છે લોન્ચ
એમ્પિયર વી48નું વજન 100 કેજી જ્યારે રિઓ લિઓનનું વજન 120 કેજી છે. આ બન્ને ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ઉપરાંત કંપનીએ નવું લિથિમ ઇઓન ચાર્જર પણ લોન્ચ કર્યું છે. જેની કિંમત 3 હજાર રૂપિયા છે. ચાર્જરમાં બે સ્ટેર પ્રોફાઇલ છે. જે વોલ્ટેજ અને કરન્ટ લેવલને અલ્ટર કરી શકે છે. સ્કૂટર્સમાં જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કન્ટ્રોલ અને મોનિટરિંગ સિસ્ટમ થકી શોર્ટ સર્કિટ, હાઇ ટેમ્પ્રેચર અને રિવર્સ પોલારિટી સામે રક્ષણ આપે છે.
વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.