નવા ફીચર્સ સાથેની નવી હ્યુન્ડાઇ ક્રેટાની રેકોર્ડ સેલિંગ, બે મહિનામાં 40 હજાર વેચાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ ક્રેટાને જ્યારથી ભારતમાં લોન્ચ કરવામાં આવી છે, ત્યારથી જ તે કંપનીનું મોસ્ટ સક્સેસફુલ મોડલ સાબિત થઇ છે. ક્રેટાને પહેલીવાર ભારતમાં 2015માં લોન્ચ કરવામાં આવી હતી અને આ જ વર્ષે મે 2018માં કોરિયન કંપનીએ ક્રેટાના અપડેટેડ વર્ઝનને ભારતમાં લોન્ચ કર્યું હતું. અપડેટ સાથેની ક્રેટાને વધુ પસંદ કરવામાં આવી રહી છે, જેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે લોન્ચિંગના બે જ મહિનાની અંદર નવી ક્રેટાનું બુકિંગ કરવામાં આવ્યું છે. ભારતમાં આ ફેસલિફ્ટ વર્ઝનના પેટ્રોલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 9.43 લાખ રૂપિયાથી અને ડીઝલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 9.99 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) રાખી છે.

 

નવી ક્રેટામાં આપવામાં આવ્યા છે આ ફીચર્સ
નવી ક્રેટામાં નવી કાસગેડ ગ્રીલ, ક્રોમ બેજલ, નવા બમ્પર, ડ્યુઅલ ટોન ફિનિશ સ્કિડ પ્લેટ્સ સાથે, ફોગ લેમ્પ્સ, એલઇડી ડીઆરએલ્સ, બાય ફંક્શનલ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, પોઝિશનિંગ લેમ્પ, એલઇડી સાઇડ ઇન્ડિકેટર્સ, 17 ઇંચ ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ, શાર્ક ફિન એન્ટેના, સ્પોર્ટ્સ અપડેટેડ ટેલલેમ્પ્સ, ગ્લોસી એ પિલર, બે નવા ડ્યુઅલ ટોન પેઇન્ટ ઓપ્શન, સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ, 6-વે પાવર્ડ ડ્રાઇવર સીટ્સ, સ્માર્ટ કી બેંડ, વાયરલેસ ફોન ચાર્જર, સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક, સ્લાઇડિંગ ફ્રંટ આર્મરેસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ડ્રાઇવ સીટ, ક્રૂઝ કન્ટ્રોલ, 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, મિરરલિંક, iBlue ઓડિયો કંટ્રોલ એપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

 

કેવા છે સેફ્ટી ફીચર્સ
સેફ્ટીની વાત કરવામાં આવે તો હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટના ટોપ વેરિએન્ટમાં 6 એરબેગ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક વેરિએન્ટ્સમાં ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યા છે. અન્ય ફીચર્સમાં HIVE બોડી સ્ટ્રક્ચર, ઇએસસી, વીએસએમ, હિલ એસિસ્ટ કંટ્રોલ, ફ્રન્ટ સીટબેલ્ટ પ્રી-ટેંશનર્સ, ઓટો ડિમિંગ આઇઆરવીએમ, ફ્રન્ટ સીટ બેલ્ટ, ઇમ્પેક્ટ સેન્સિંગ ઓટો ડોર અનલોક, લેન ચેન્જ ઇન્ડિકેટર, સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક અને ઇમોબિલાઇઝર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

 

એન્જિન સ્પેસિફિકેશન
નવી ક્રેટા ફેસલિફ્ટમાં પેટ્રોલ વેરિએન્ટમાં 1.6 લિટર ડ્યૂઅલ વીટીવીટી ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 122 બીએચપી પાવર અને 151 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ વેરિએન્ટમાં 6 સ્પીડ મેન્યુઅલ અને એએમટી ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. ડીઝલ વેરિએન્ટમાં બે એન્જિન છે. એક 1.4 લિટર ડીઝલ એન્જિન છે. જે 89 બીએચપી પાવર અને 220 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન ઓપ્શનમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે. જ્યારે 1.6 લિટર ડીઝલ એન્જિન 126 બીએચપી પાવર અને 260 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન ઓપ્શનમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.