વાહનોમાં 7 રંગની હોય છે નંબર પ્લેટ, જાણો દરેક રંગનો હોય છે અલગ અર્થ

બ્લૂ પ્લેટ અને કાળી પ્લેટનો જાણો શું છે અર્થ

divyabhaskar.com | Updated - Sep 02, 2018, 12:15 AM
7 type of number plate for vehicles know theirs meaning

ઓટો ડેસ્કઃ આજે દરરોજ રસ્તાઓ પર તમામ પ્રકારના વાહન જોવા મળે છે. વાહન જોઇને સામાન્ય રીતે કોઇ પ્રશ્ન મનમાં ઉભો થતો નથી, પરંતુ આ વાહનની નંબર પ્લેટ પર નજર ફેરવીએ તો આપણને અલગ-અલગ રંગની પ્લેટ જોવા મળે છે. જોકે આ અલગ-અલગ રંગની પ્લેટનો અર્થ વિભિન્ન થાય છે. આજે અમે અહીં એ તમામ નંબર પ્લેટના અર્થ અંગે જણાવી રહ્યાં છીએ.

સફેટ પ્લેટ
સૌથી પહેલા સફેદ રંગની નંબર પ્લેટની વાત કરીએ તો આ પ્લેટ સામાન્ય વાહનોમાં હોય છે, તેનો ઉપયોગ કોમર્શિયલ તરીકે કરી શકાતો નથી. આ પ્લેટની ઉંપર કાળા રંગથી નંબર લખવામાં આવે છે, સફેદ પ્લેટને જોઇને સરળતાથી સમજી શકાય છે કે તેનો ઉપયોગ પર્સનલ ગાડી માટે થાય છે.

પીળી પ્લેટ
પીળી પ્લેટ જોતા જ સમજી શકાય છે કે તેનો ઉપયોગ ટેક્સીમાં થાય છે. સામાન્ય રીતે પીળી પ્લેટ ટ્રક્સ અને ટેક્સીમાં હોય છે, જેનો ઉપયોગ કોમર્શિયલ તરીકે કરવામાં આવે છે, તેમાં પણ કાળા રંગથી નંબર લખેલા હોય છે.

બ્લૂ પ્લેટ
બ્લૂ પ્લેટની નંબર પ્લેટ એક એવા વાહનને મળે છે, જેનો ઉપયોગ વિદેશી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. આ રંગની નંબર પ્લેટની ગાડી તમને દિલ્હી જેવા શહેરોમાં જોવા મળે છે, બ્લૂ પ્લેટ એ જણાવે છે કે આ ગાડી વિદેશી દૂતાવાસની છે અથવા તો યુએન મિશન માટે છે. બ્લૂ રંગની આ પ્લેટમાં સફેદ રંગથી નંબર લખેલા હોય છે.

કાળી પ્લેટ
કાળા રંગની પ્લેટવાળી ગાડીઓ પણ સામાન્ય રીતે કોમર્શિયલ વાહન હોય છે, પરંતુ તે કોઇ ખાસ વ્યક્તિ માટે હોય છે. આ પ્રકારની ગાડીઓ કોઇ મોટી હોટલમાં ઉભેલી જોવા મળશે. આવી કાર્સમાં કાળા રંગની નંબર પ્લેટ હોય છે અને તેના પર પીળા રંગની નંબર લખેલા હોય છે.

લાલ પ્લેટ
જો કોઇ ગાડીમાં લાલ રંગની નંબર પ્લેટ છે તો તે ગાડી ભારતના રાષ્ટ્રપતિ અથવા કોઇ રાજ્યના રાજ્યપાલની હોય છે. તેઓ લાઈસન્સ વગરની ઓફિશિયલ ગાડીઓનો ઉપયોગ કરે છે. આ પ્લેટમાં ગોલ્ડન રંગથી નંબર લખેલા હોય છે અને તેની ગાડીઓ લાલ રંગની નંબર પ્લેટ પર અશોક ચક્રનું નિશાન બનેલું હોય છે.

એરો વાળી નંબર પ્લેટ
સૈન્ય વાહનોમાં અલગ પ્રકારની નંબરિંગ પ્રમાલીનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાહનોના નંબરને રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. આવી ગાડીઓની નંબર પ્લેટમાં નંબરને પહેલા અને ત્રીજા અંકના સ્થાન પર ઉપરની તરફ ઇશારા કરતા તીરનુ નિશાન હોય છે. જેને બ્રોડ એરો કહેવામાં આવે છે. આ એરો બાદ પહેલાં બે અંક એ વર્ષને દર્શાવે છે જ્યારે સેનામાં એ વાહન ખરીદવામાં આવ્યું હતું. એ નંબર 11 અંકનો હોય છે.

લીલી નંબર પ્લેટ
એટલું જ નહીં રોડ મંત્રાલયએ ઇલેક્ટ્રિક વાહનો માટે નંબર પ્લેટનો રંગ નિર્ધારિત કર્યો છે. પ્લેટનો બેકગ્રાઉન્ડ લીલા હશે અને તેના પર વાહનની શ્રેણી અનુસાર પીળા અથવા સફેદ રંગથી નંબર નોંધવામાં આવે છે, એટલે ખાનગી વાહનોમાં હવે સફેદ રંગના નંબર સાથે લીલું બેકગ્રાઉન્ડ અને કમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનમાં પીળા રંગના નંબર અને લીલા રંગનું બેકગ્રાઉન્ડ હશે.

X
7 type of number plate for vehicles know theirs meaning
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App