ઓટો ડેસ્કઃ યામાહાની બાઇક પોતાની બોડી ફિનિશિંગ અને પરફોર્મન્સ માટે જાણીતી છે. તેની એફઝેડ સિરિઝ પણ એટલી જ લોકપ્રીય છે. જોકે આજે અમે અહીં એફઝેડ સિરિઝની યામાહા એફઝેડ25ની વાત કરી રહ્યાં છીએ. આ બાઇકની ભારતમાં કિંમત 1.19 લાખ રૂપિયા એક્સશોરૂમ દિલ્હી છે. યામાહાએ આ બાઇકના લૂકથી લઇને એન્જિન સહિતમાં ઘણી મહેનત કરી છે અને તેના કારણે આ બાઇક યુવાનોને પોતાની તરફ આકર્ષી શકે છે. 149 સીસી એફઝેડ સિરિઝની આ બાઇકમાં મોટાભાગના પાર્ટ નવા છે. આ બાઇક વોરિયર વ્હાઇટ, નાઇટ બ્લેક અને બ્લાસ્ટિક બ્લૂ શેડ્સમાં મળે છે. આ બાઇક ખરીદવી જોઇએ કે નહીં એ અહીં જણાવવામાં આવેલા છ કારણ પરથી જાણી શકો છો.
1) લાઇટ વેઇટ અને શાનદાર એવરેજ
Yamaha FZ25નું વજન માત્ર 148 કેજી એ પણ 14 લિટરની ફ્યૂઅલ કેપેસિટી સાથે. આ સેગમેન્ટની અન્ય બાઇક્સનું વજન સામાન્ય રીતે 155-165 કેજી હોય છે. લાઇટ વેઇટ હોવાના કારણે Yamaha FZ25 43 kmplની શાનાદાર એવરેજ આપે છે. બાઇકની ટેન્ક એરોડાયનેમિક છે અને ઓવરઓલ ડિઝાઇન ફેસેલિટ્સ પાવરફુલ પ્રેઝન્સ દર્શાવે છે. આ બાઇકમાં યામાહાની જે બ્લૂ કોર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના કારણે તેનું પરફોર્મન્સ હાઇ અને ખર્ચ ઓછું રહે છે.
2) લૂક અને સ્ટાઇલ
આ બાઇકને નવો લૂક આપવામાં આવ્યો છે. જૂના એફઝેડ મોડલ કરતા Yamaha FZ25 વધારે શાર્પ લાગે છે. બાઇકની હેડલાઇટ અને ટેઇલલાઇટ એમટી સિરિઝથી પ્રેરિત છે. બાઇકના બોડી પાર્ટ્સમાં શેડ્સને પરફેક્ટલી સેટ કરવામાં આવ્યા છે. બાઇકના અમુક ભાગમાં મેટ્ટ બ્લેકથી ફિનિશિંગ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય ભાગમાં બ્લૂ, વ્હાઇટ અને ગ્લોસ બ્લેક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.