રાજસ્થાન / રાત્રે અઢી વાગે ફોન ફાટ્યો, 60 વર્ષના વયસ્ક જીવતા બળી ગયા, આવી ભૂલો તમે ના કરતા

divyabhaskar.com | Updated - Jan 03, 2019, 04:15 PM
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • 60 વર્ષના કિશોરસિંહ રાત્રે પોતાની સાથે ફોન સાથે લઈને સૂઈ ગયા હતા
  • ફોનમાં બ્લાસ્ટ થતાંં પહેલા કપડા સળગવા લાગ્યા અને પછી શરીર પણ સળગી ગયું

ગેજેટ ડેસ્ક. રાજસ્થાનના ચિત્તોડગઢમાં ફોન ફાટવાથી એક વ્યક્તિનું મોત થયાનો બનાવ બન્યો છે. જિલ્લાના નેતાવલગઢ પાછલી ગામના રહેવાસી 60 વર્ષના કિશોરસિંહ રાત્રે પોતાના ખિસ્સામાં મોબાઈલ ફોન સાથે રાખીને સૂઈ ગયા હતા, પરંતુ રાત્રે અચાનક બેટરી ફાટી ગઈ અને બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના કારણે સૌથી પહેલાં તેમના પહેરેલા વસ્ત્રોમાં આગ લાગી, જે આખા શરીરમાં ફેલાઈ ગઈ. તેમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

5 સેફ્ટિ ટિપ્સ

1.ફોન ક્યારેય ઓશિકા નીચે રાખીને ના સૂઈ જાઓ, કારણ કે તેનાથી ફોનનું ટેમ્પરેચર વધે છે અને પ્રેશર પણ વધે છે. જેના લીધે ફોન ફાટવાની કે બળી જવાની શક્યતા વધી જાય છે.
2.

મોબાઈલ ફોનને ક્યારેય શર્ટ કે સ્વેટરના ઉપરના ખિસ્સામાં ના રાખવો. તેનાથી રેડિયોશનનું જોખમ તો રહે જ છે, સાથે બ્લાસ્ટ થવા પર સ્વેટર કે શર્ટ જલદી આગ પકડી લે છે.

3.આખી રાત ફોન ચાર્જિંગમાં ના મૂકી રાખો. તેનાથી પણ ફોન બ્લાસ્ટ થવાનો ખતરો વધે છે. તેના સિવાય ફોનની આસપાસ એવી કોઈ વસ્તુ ના રાખો કે જે સરળતાથી આગ પકડી શકતી હોય, જેમ કે કપડાં કે બેડશીટ.
4.ક્યારેય ડુપ્લિકેટ ચાર્જર કે એડોપ્ટરનો ઉપયોગ ના કરવો. હંમેશાં ઓરિજનલ ચાર્જરથી જ ફોન સાર્જ કરવો. આ સિવાય જો ફોનની બેટરી ખરાબ થઈ ગઈ હોય તો ઓરિજનલ બેટરીનો જ ઉપયોગ કરવો. ડુપ્લિકેટ બેટરી વાપરવાથી પણ તે ફાટવાનું જોખમ વધી જાય છે.
5.ગાડીનું ડેશબોર્ડ કે એવી જગ્યાએ રાખીને ક્યારેય ચાર્જ ન કરો, જ્યાં સૂર્યના કિરણો સીધા આવતા હોય. તથા ફોન હંમેશાં કવર કે કેસમાંથી કાઢ્યા બાદ જ ચાર્જિંગમાં મૂકો જેથી ફોન ગરમ ના થાય. જો ફોન જલદી ગરમ થઈ જતો હોય તો તેને સર્વિસ સેન્ટર પર બતાવો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App