Divya Bhaskar

Home » Automobile » 5 diesel sedan car can run on same cost of royal enfield bullet

Royal Enfieldને ચલાવવા જેટલા ખર્ચમાં ચલાવી શકો છો 5 સિડાન કાર, મારુતિથી લઇને હોન્ડા સુધીના છે ઓપ્શન

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 04:24 PM

સિડાન ડીઝલ કારની એવરેજ 28 કિ.મી. પ્રતિ લિટરની આસપાસ છે

  • 5 diesel sedan car can run on same cost of royal enfield bullet
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ તમે કાર ચલાવવાના ખર્ચા અંગે વાત કરશો તો ડીઝલ વેરિએન્ટ હંમેશા પેટ્રોલ વેરિએન્ટ કરતા આગળ માનવામાં આવે છે. કાર કંપનીઓ પણ પોતાની મોટાભાગની લોકપ્રીય કાર્સમાં પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વેરિએન્ટ્સ આપે છે. તેવામાં જો આ સિડાન કાર્સને ચલાવવાનો ખર્ચ જોઇએ તો તે પેટ્રોલની સરખામણીએ ઘણો ઓછો રહે છે. એટલું જ નહીં તેનો ખર્ચ માર્કેટમાં વેચાઇ રહેલી ક્રૂઝર બાઇક્સના ખર્ચાને મળતો આવે છે. આજે અમે તમને અહીં એવી કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ જેને પ્રતિ કિ.મી. ચલાવવાનો ખર્ચ લગભગ રોયલ એનફિલ્ડની બુલેટ 350 જેટલો આવે છે. અહીં ચલાવવાનો ખર્ચ એવરેજ અનુસાર છે.

    આ રીતે સમજો કેવી રીતે છે બુલેટ અને આ સિડાન કારને ચલાવવાનો ખર્ચ એક સરખો
    અહીં અમે સિડાન ડીઝલ કારની એવરેજ 28 કિ.મી. પ્રતિ લિટર પ્રમાણે જોઇએ તો ડીઝલની કિંમત 75 રૂપિયા પ્રતિ લિટર છે. તેવામાં એક 1 કિ.મી. ચલાવવાનો ખર્ચ 2.50 રૂપિયા આવે છે. જ્યારે બુલેટ 350 સીસીની એવેરજ સિટીમાં 30થી 35 કિ.મી. પ્રતિ લિટર છે અને પેટ્રોલની કિંમત 78 રૂપિયા છે. એટલે કે બન્નેને ચલાવવાનો ખર્ચ લગભગ એક સરખો આવે છે.

    મારુતિ સુઝુકી ડિઝાયર
    કિંમત:
    6.58 લાખ રૂપિાય(પ્રારંભિક કિંમત)
    મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તાજેતરમાં જ પોતાની સૌથી લોકપ્રિય કોમ્પેક્ટ સિડાન ડિઝાયરના નવા વર્ઝનને લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે તેના ડીઝલ વેરિએન્ટની એવરેજ 28.04 કિ.મી. પ્રતિ લિટર છે. તેના ઓટોમેટિક વેરિએન્ટની એવરેજ પણ આટલી જ છે.

  • 5 diesel sedan car can run on same cost of royal enfield bullet
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મારુતિ સુઝુકી Ciaz
    કિંમત:
    8.23 લાખ રૂપિયા(હાઇબ્રિડ) પ્રારંભિક કિંમત)
    મારુતિ સુઝુકીની સિડાન કાર Ciazએ 2014માં મિડ સાઇઝ કાર એસએક્સ4ને રિપ્લેસ કરી હતી. કંપનીનો દાવો છે કે આ કારની એવરેજ 28.09 કિ.મી. પ્રતિ લિટર છે. તેમાં 1.3 લિટર ડીડીઆઇએસ મલ્ટીજેટ ડીઝલ એન્જિન છે. સાથે જ આ એક સ્માર્ટ હાઇબ્રિડ કાર છે. તેનું એન્જિન 88.5 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક નજરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. 

  • 5 diesel sedan car can run on same cost of royal enfield bullet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હોન્ડા અમેજ
    કિંમત:
    6.90 લાખ રૂપિાય(પ્રારંભિક કિંમત)
    હોન્ડાની લોકપ્રિય મિડ સાઇઝ સિડાન કાર અમેઝનું ડીઝલ વેરિએન્ટ પણ ભારતની સસ્તી કાર્સની યાદીમાં સામેલ છે. આ કારની એવરેજ 25.8 કિ.મી. પ્રતિ લિટર છે. આ કારમાં 1.5 લિટર આઇડીટીઇસી એન્જિન લાગેલું છે. સાથે જ અમેઝમાં 5 સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. 

  • 5 diesel sedan car can run on same cost of royal enfield bullet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હોન્ડા સિટી ડીઝલ
    કિંમત:
    11.10  લાખ રૂપિાય(પ્રારંભિક કિંમત)
    હોન્ડીની લોકપ્રિય સિડાન કાર સિટીનું નવું વર્ઝન પણ લોન્ચ કરી દેવામાં આવ્યું ચે. આ કાર 26 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપે છે, આ કારમાં 1.5 લિટર આઇડીટીઇસી એન્જિન આપવામાં આવ્યું છે. 

  • 5 diesel sedan car can run on same cost of royal enfield bullet

    ફોક્સવેગન એમિયો
    કિંમત:
    6.65 લાખ રૂપિાય(પ્રારંભિક કિંમત)
    ફોક્સવેગનની સિડાન કાર એમિયો પણ એક સારું ઓપ્શન છે. આ કારની એવરેજ 21.66 કિ.મી. પ્રતિ લિટર છે. સબ 4 મીટર સિડાન સેગમેન્ટમાં આ સૌથી વધારે એડવાન્સ ઓટોમેટિક કાર છે, જેમાં 7 સ્પીડ ડીએસજી છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending