Bugattiની 40 કરોડની નવી કાર Divo, ઇચ્છા હોવા છતા નહીં ખરીદી શકે અબજોપતિ

divyabhaskar.com

Aug 28, 2018, 11:10 AM IST
40 crores Bugatti Divo sold out even before reveal
40 crores Bugatti Divo sold out even before reveal
40 crores Bugatti Divo sold out even before reveal

ઓટો ડેસ્કઃ તાજેતરમાં પોતાની પહેલી નવી કારની ઝલક દેખાડ્યા બાદ Bugattiએ Divoને લોન્ચ કરી છે. નવી Bugatti Divoની કિંમત 50 લાખ યુરો એટલે કે 40 કરોડ રૂપિયા રાખી છે, પરંતુ આ કારને ઇચ્છા હોવા છતાં અબજોપતિ ખરીદી નહીં શકે. નવી Divoના માત્ર 40 યુનિટ્સ જ બનાવવામાં આવ્યા છે, જેને વિશ્વભરમાં વેચવામાં આવશે. આ કારને માત્ર એ જ ખરીદી શકશે જે ચિરોન ચલાવી રહ્યાં છે. નોંધનીય છે કે 40 કરોડ રૂપિયા કિંમત હોવા છતાં પણ આ કારના તમામ યુનિટ્સનું વેચાણ થઇ ગયું છે.

તેનો લુક બુગાટી વિજન ગ્રેન ટૂરિઝમાને ઘણો મળથો આવે છે અને તેની ટોપ સ્પીડ 380 કિ.મી. પ્રતિ કલાક છે. આ કાર ભલે chiron, chiron સ્પોર્ટ અને વેરોન કરતા ધીમી હોય પરંતુ આ પહેલી મોર્ડન બુગાટી છે, જે દાવો કરે છે કે તે રેસ ટ્રેક પર દોડી શકે છે.

ટેક્નિકલ સ્પેસિફિકેશન
Bugatti Divoને chironના પ્લેટફોર્મ પર જ ડેવલપ કરવામાં આવી છે અને તેમાં 8 લિટર ક્વાડ ટર્બો ડબલ્યુ 16 એન્જિન આપવામાં આવ્યું છે. જે 1479 બીએચપી પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કાર માત્ર 2.4 સેકન્ડમાં 100 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તેનું એન્જિન chiron કરતા 90 કેજી વધારે છે.

X
40 crores Bugatti Divo sold out even before reveal
40 crores Bugatti Divo sold out even before reveal
40 crores Bugatti Divo sold out even before reveal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી