રિ-લોન્ચ / 2019 યામાહા ફસીનો ડાર્ક નાઈટ એડિશન ભારતમાં લોન્ચ, કિંમત રૂપિયા 56,793થી શરુ

Divyabhaskar.com | Updated - Mar 11, 2019, 07:17 PM
2019 Yamaha Fasino Dark Knight Edition launches in India
X
2019 Yamaha Fasino Dark Knight Edition launches in India

  • આ ફસીનોમાં 113 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન લગાવવામાં આવ્યું છે
  • કંપની હવે પછી ટુ વ્હીલર્સમાં ડાર્ક નાઈટને અર્બન સ્ટાઈલમાં લાવીશે

ઓટો ડેસ્ક.યામાહા ઈન્ડિયા મોટર્સે ભારતમાં ફસીનો ડાર્ક નાઈટ એડિશન લોન્ચ કરી છે. જેની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 56,793 રાખવામાં આવી છે. આ સામાન્ય યામાહા ફસીનો જ છે પરંતુ કંપનીએ તેમાં નવો ડાર્ક બ્લેક કલર સ્કિમ કરવાની સાથે મરૂન કલરની સીટ બનાવી છે. તો કંપનીએ તેમાં યૂનિફાઈડ બ્રેકિંગ સિસ્ટમ પણ આપી છે. જે હોન્ડા કોમ્બિ બ્રેકિંગ સિસ્ટમની જેમજ કામ કરે છે. કંપનીએ સ્કૂટર સાથે મેઈન્ટેનન્સ ફ્રી બેટરી આપી છે. 2019 માં યામાહા YZF-R15 ના 3.0 વર્ઝનને ABSથી સજ્જ કર્યું છે. તેના સિવાય નવી FZ FI, FZS FI, FZ 25, ફેઝર 25 તથા અન્ય સ્કૂટર્સ સાથે CBU અને મેન્ટેનન્સ ફ્રી બેટરી આપવામાં આવી છે.

કંપનીએ એન્જિનને CVT ગિયર બોક્સમાં ઢાળ્યું

1.ઈન્ડિયા યામાહા મોટર ગૃપના ચેરમેન મોતોફુમી શિતારાએ જણાવ્યું કે, યામાહા તેના સ્ટાઈલિશ અને સ્પોર્ટી ઉત્પાદનોના માધ્યમથી વાહનોમાં નવીનતા જાળવી રાખવા માટે તત્પર રહે છે. ફસિનો સાથે આપવામાં આવેલી ડાર્ક નાઈટ એડિશન આગળ જઈને આ સ્કૂટરને અર્બન સ્ટાઈલ બનાવશે. કંપની આગામી સમયમાં પણ ટુ વ્હિલર્સમાં ડાર્ક નાઈટને અર્બન સ્ટાઈલમાં લાવીશું. 
2.2019 યામાહા ફસીનો ડાર્કનાઈટ એડિશનમાં નવો કલર સ્કિમ આપવા સિવાય તેમાં વધુ ફેરફાર નથી કર્યો. તેમાં 113 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન લગાવવામાં આવ્યું છે જે 7 bhpનો પાવર અને 8.1 Nmનો ટોર્ક જનરેટ કરે છે. યામાહાએ આ એન્જિનને CVT ગિયર બોક્સમાં ઢાળ્યું છે. તેને કિક સ્ટાર્ટ અને ઓટો સ્ટાટ એમ બન્ને ઓપ્શનમાં રાખ્યું છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App