બ્રેઝા અને ક્રેટાને હંફાવશે જીપની આ નવી એસયુવી, જાણો ક્યારે થશે લોન્ચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જાણીતી એસયુવી નિર્માતા કંપની જીપે થોડાક સમય પહેલા ભારતમાં પોતાની એસયુવી કમ્પાસને લોન્ચ કરી હતી. લોન્ચ થતાની સાથે જ આ એસયુવીએ ભારતમાં ધૂમ મચાવી હતી. હવે કંપની પોતાની એક નવી એસયુવીને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ વખતે જીપ ભારતમાં પોતાની સ્મોલ એસયુવીને લોન્ચ કરશે. તાજેતરમાં જ જીપ દ્વારા પોતાની 2019 રેનેગેડની ટેસ્ટિંગ કરવામાં આવતી હોવાની તસવીરો વાયરલ થઇ હતી. આ કારની કિંમત કંપની 9થી 14 લાખ રૂપિયાની આસપાસ રાખશે. આ એસયુવી જીપ રેનેગેડનું ફેસલિફ્ટ વર્ઝન છે, જેને સપ્ટેમ્બર 2018માં ગ્લોબલ લેવલે વેચાણ અર્થે મુકવામાં આવનારી છે. 

 

આટલી શાનદાર હશે જીપ રેનેગેડ


- રેનેગેડને ઘણી એગ્રેસિવ એક્સ્ટિરિયર ડિઝાઇન આપવામાં આવી છે. આ રેન્જની અન્ય એસયુવીની સરખામણીમાં રેનેગેડ પ્રોપર ઓફરોડ એસયુવી લાગે છે. 
- રેનેગેડના ફ્ન્ટમાં લાર્જ સર્ક્યૂલર હેડલેમ્પ્સ, ટ્રેડિશનલ મલ્ટિ સ્લેટ ગ્રીલ અને સ્ટોટ બમ્પર આપવામાં આવ્યું છે.
- આ કારમાં એર્ગોનોમિક અને યૂઝર ફ્રેન્ડલી લે-આઉટ છે. તેમજ કેબિનમાં મટિરિયલ ક્વોલિટી સાથે કમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી.
- હાલના સમયમાં કસ્ટમર્સ જે પ્રકારની એસયુવી ખરીદવા માગે છે તેવું ક્વોલિટી કેબિન અને પ્રીમિયમ નેચર આ એસયુવીમાં આપવામાં આવ્યું છે. 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...