ટુ વ્હીલર / હોન્ડા ગ્રેઝિયા ભારતમાં લોન્ચ, કિંમત રૂપિયા 64,668થી શરુ

Divyabhaskar.com

Mar 11, 2019, 07:16 PM IST
2019 Honda Grazia launch in India, Price start from 64,668 rs
X
2019 Honda Grazia launch in India, Price start from 64,668 rs

 • કિંમતમાં માત્ર રૂપિયા 300 જેટલો નજીવો વધારો કરવામાં આવ્યો
 • ડ્રમ અને એલોય વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો
 • આ સ્કૂટરમાં USB ચાર્જિંગ સોકેટ પણ આપવામાં આવ્યું છે

ઓટો ડેસ્ક.હોન્ડા ઈન્ડિયાએ તેના સ્કૂટર Graziaને નવા વર્ઝન સાથે ભારતીય માર્કેટમાં ઉતાર્યું છે. હોન્ડા મોટર સાઈકલ્સ એન્ડ સ્કૂટર્સે તેના મોસ્ટ પોપ્યુલર 125 સીસી સ્કૂટર ગ્રેઝિઆ 2019ને કેટલાક પરિવર્તન સાથે લોન્ચ કર્યું છે. હાલ પુરતું તેના ટોપ વેરિઅન્ટમાં જ પરિવર્તન કરવામાં આવ્યું છે. 

ડ્રમ અને એલોય વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર નહીં

1.Honda Grazia ડિસ્ક વેરિઅન્ટમાં કેટલાંક કોસ્મેટિક્સ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક કલર 'પર્લ સાઈન બ્લૂ'ને ઉપમેરવામાં આવ્યો છે. તો ટોપ સ્પેક વાળા 'DX'માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેની સાથે જ કિંમતમાં પણ રૂપિયા 300 જેટલો નજીવો વધારો કરવામાં આવ્યો છે. જેથી 2019 Honda Grazia DX ની એક્સ શોરૂમ કિંમત હવે રૂપિયા 64,668 થઈ જશે. બાકીના તેના કરતા નીચેના વેરિઅન્ટમાં કોઈ ફેરફાર નથી કર્યો.
2.હોન્ડા ગ્રેઝિયા ત્રણ વેરિઅન્ટ ડ્રમ, ડ્રમ એલોય અને ડિસ્કમાં ઉપલબ્ધ છે. ડ્રમ અને એલોય વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. જેની પહેલા કિંમત રૂપિયા 60,296 હતી જે હવે 62,227 રૂપિયા થઈ ગઈ છે. આ બન્ને કિંમત એક્સ શોરૂમની છે.
3.હોન્ડા ગ્રેઝિયાના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 124.9cc નું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપ્યું છે. જે 8.5bhp નો પાવર અને 10.5Nmનો ટોર્ક જનરેટ કરવા માટે સક્ષમ છે. બ્રેકિંગ માટે તેમાં 130mm ડ્રમ બ્રેક મળે છે. સાથે જ તેના ફ્રન્ટમાં 190mm ના ડિસ્કનો ઓપ્શન પણ મળી રહે છે. બ્રેકની સાથે હોન્ડાના કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS) ને પણ સપોર્ટ કરે છે.
4.આ સ્કૂટરનાં ફીચર્સની વાત કરીએ તો તેમાં LED હેડલેમ્પ, 18L અંડર સીટ સ્ટોરેજ, ઈકો-સ્પીડ ઈન્ડિકેટર સાથે ફૂલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ગ્લોબ બોક્સ, USB ચાર્જિંગ સોકેટ પણ આપવામાં આવશે. ભારતીય માર્કેટમાં હોન્ડા ગ્રેઝિયાની સ્પર્ધા TVS Ntorq 125, Suzuki Burgman Street, Suzuki Access 125 અને Aprilia SR 125 સાથે થવાની છે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી