ઓટો ડેસ્કઃ મિડલ ક્લાસ ફેમેલીને બજેટને ધ્યાનમાં રાખીને કાર કંપની ડેટ્સન(Datsun)ને પોતાની લોકપ્રીય કાર Datsun Go અને Go+ની રિમિક્સ એડિશનને થોડા સમય પહેલા લોન્ચ કરી હતી. આ કંપની આગામી સમયમાં એટલે કે 2018ના અંત ભાગમાં અથવા તો 2019ની શરૂઆતમાં આ બન્ને કારના ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ડેટ્સન ગો 5 સીટર અને ગો પ્લસ 7 સીટર કાર છે. બન્ને કારની રિમિક્સ એડિશનને તમે ખરીદી શકો છો. જેમાં અનેક ચેન્જિસ કરવામાં આવ્યા છે. સાથે જ અંદર અને બહાર ડ્યુઅલ કલર કોમ્બિનેશન આપવામાં આવ્યા છે. કારની એવરેજ 20 કિ.મી. જેટલી છે. આ કારના જ્યારે ફેસલિફ્ટ વર્ઝનને લોન્ચ કરવામાં આવશે ત્યારે તેમાં પણ ઇન્ટિરિયર અને એક્સિટિરિયરમાં ઘણા ફેરફાર કરવામાં આવનારા છે.
3.35 લાખથી શરૂ
- ડેટ્સન ગો અને ગો પ્લસની રિમિક્સ લિમિટેડ એડિશનની કિંમત 4.21 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ડેટ્સન ગોની એક્સશોરૂમ કિંમત 4.21 લાખ રૂપિયા અને ગો પ્લસની કિંમત 4.99 લાખ રૂપિયા છે.
- ભારતમાં 4.99 લાખ રૂપિયામાં મળનારી આ સૌથી સસ્તી 7 સીટર કાર પણ છે. તેમજ તેના નોર્મલ મોડલની કિંમત માત્ર 3.91 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
- ડેટ્સન ગોની નોર્મલ એડિશનની કિંમત 3.35 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ બન્ને એડિશનનું બુકિંગ નિસાન અને ડેટ્સનના શોરૂમમાં કરવામાં આવે છે. આ બન્ને બ્લેક અને વ્હાઇટ કલરમાં આવશે, જેમાં ઓરેન્જ કલરનું કોમ્બિનેશન જોવા મળશે.
રીમિક્સ એડિશનમાં આ મળશે
આ કારમાં રિમોટ કી લેસ એન્ટ્રી, હેન્ડ્સ ફ્રી બ્લૂટૂથ ઓડિયો, સ્ટાઇલિશ ડ્યૂઅલ ટોન સીટ કવર, ઓલ બ્લેક ફ્રન્ટ ગ્રીલ, સ્ટાઇલિશ બ્લેક વ્હીલ કવર્સ, પિયાનો બ્લેક ઇન્ટિરિયર, રિયરમાં સ્પોર્ટી સ્પોઇલર, સ્ટાઇલિશ ક્રોમ એક્ઝોસ્ટ ફિનિશર અને ક્રોમ બમ્પર બેજલ આપવામાં આવે છે. આ ઉપરાંત કારમાં સ્પીડ સેન્સિટિવ ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ, પાવરફુલ એસી, ફ્રન્ટ પાવર વિન્ડોઝ, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને સેન્ટ્રલ લોકિંગ જેવા ફીચર્સ આપવામાં આવશે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો 2018 ફેસલિફ્ટ વર્ઝન અંગે....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.