4×4 ડ્રાઇવવાળી 10 એફોર્ડેબલ SUV દરેક રસ્તાઓ માટે છે બેસ્ટ, સ્કોર્પિયોથી લઇને કમ્પાસ સુધીના છે ઓપ્શન

મારુતિ જીપ્સી, મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખા બેસ્ટ ઓફ રોડ એસયુવી છે

divyabhaskar.com | Updated - Aug 25, 2018, 11:19 AM
10 4×4 affordable suv best for all kinds of indian road

ઓટો ડેસ્કઃ ભારતમાં એસયુવી અને ઓફ-રોડ કાર્સનું માર્કેટ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયમાંથી એસયુવીના સેલિંગમાં વધારો જોવા મળ્યો છે. ઓફ-રોડર વાહનો અને એસયુવીનું વેચાણ વધવાનું એક કારણ ભારતના રસ્તાઓ પણ છે. દેશમાં અનેક રસ્તાઓ એવા છે જે ઓફ-રોડ ડ્રાઇવિંગનો અનુભવ કરાવે છે. ભારતમાં અનેક કાર નિર્માતા કંપનીઓ છે જે સારી ફોર-વ્હીલ ડ્રાઇવ એસયુવીને એફોર્ડેબલ કિંમતમાં વેચી રહી છે. આજે અમે એવી જ કેટલીક એસયુવી અંગે વાત કરી રહ્યાં છીએ, જેને તમે ઓફ-રોડ પર પણ સારી રીતે ચલાવી શકો છો.

Mahindra Scorpio
મહિન્દ્રા એસયુવી બનાવવા માટે જાણીતી કંપની છે અને સ્કોર્પિયો તેની ઓલ ટાઇમ હીટ એસયુવી છે. આ કારમાં 2.2 લિટર એમહ્વાક ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવે છે, જે 140 બીએચપી પાવર અને 320 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારના S11 વેરિએન્ટમાં 4×4 ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવે છે. આ મોડલની એક્સશોરૂમ કિંમત 16.34 લાખ રૂપિયા છે.

10 4×4 affordable suv best for all kinds of indian road

Maruti Suzuki Gypsy
મારુતિની આ આઇકોનિક કાર છે. જોકે એવા એંધાણ છે કે જીપ્સીના બદલે મારુતિ જીમ્ની કારને ભારતમાં લોન્ચ કરી શકે છે. જોકે આ ઓફિશિયલ નથી. પરંતુ ઓફ રોડ ડ્રાઇવિંગના શોખીનોને આ કાર ઘણી પસંદ છે. આ કારમાં 1.3 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે, જે 80 બીએચપી પાવર અને 104 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવે છે. આ કારના બેસ અને ટોપ બન્ને વેરિએન્ટમાં ફોર વ્હીલ ડ્રાઇવ આપવામાં આવે છે. આ કારની કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

10 4×4 affordable suv best for all kinds of indian road

Mahindra Thar
મહિન્દ્રાની આઇકોનિક જીપનું લેટેસ્ટ વર્ઝન એટલે થાર. કંપનીએ આ કારને માત્ર ઓફ રોડ ડ્રાઇવિંગ માટે બનાવી છે. આ કોઇપણ કપરા રસ્તાઓ પર આસાનીથી ચલાવી શકાય છે. આ કારમાં ફોર-વ્હીલ ડ્રાઇવ આપવામાં આવે છે. જે કારના બેસ અને ટોપ બન્ને વેરિએન્ટમાં આપવામાં આવે છે. હાલ થારમાં બે ડીઝલ એન્જિન આપવામાં આવે છે. 2.5 લિટરનું એન્જિન 63 બીએચપી પાવર અને 180 એનએમ ટોર્ક જ્યારે 2.5 લિટર સીઆરડીઇ એન્જિન 105 બીએચપી પાવર અને 247 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારની પ્રારંભિક કિંમત 6.7 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

10 4×4 affordable suv best for all kinds of indian road

Force Gurkha
ફોર્સની ગુરખા કારને પણ માત્ર ઓફ રોડ ડ્રાઇવિંગના દિવાનાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, તેના અનોખા ઇન્ડિકેટર્સ અને એક્ઝોસ્ટના કારણે તે બધા કરતા અલગ તરી આવે છે. કારમાં મર્સિડિઝનું 2.6 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવે છે. જે 85 બીએચપી પાવર અને 230 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવે છે. કારમાં સ્પાર્ટન ઇન્ટિરિયર્સ, એક એસી યુનિટ આપવામાં આવે છે કારમાં ડિફરન્શિયલ લોકિંગ સિસ્ટમ છે. આ કારની કિંમત 9.15 લાખ રૂપિયા છે. 

10 4×4 affordable suv best for all kinds of indian road

Mahindra XUV500
એક્સયુવી500 મહિન્દ્રાની સૌથી મોંઘી કાર છે. આ કારની સારી બોડી ડિઝાઇન અને વધારે ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને પરફેક્ટ ઓફ રોડર બનાવે છે. તેમાં 2.2 લિટર એન્જિન આપવામાં આવે છે, જે 155 બીએચપી પાવર અને 320 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્મસિશન ઓપ્શન આપવામાં આવે છે. આ  ઓલ વ્હીલ ડ્રાઇવ કારની કિંમત 17.85 લાખ રૂપિયા છે.

10 4×4 affordable suv best for all kinds of indian road

Renault Duster AWD
રેનોએ ઓફ રોડિંગ બજારમાં થોડી મોડી એન્ટ્રી કરી પરંતુ તેણે એ સુનિશ્ચિત કર્યું કે એક દમદાર કાર લઇને આવશે જે દરેક રીતે સૌથી શક્તિશાળી અને બજારમાં વિરોધીઓને તગડી ફાઇટ આપી શકશે. ડસ્ટર એક સારી ઓફ રોડ કાર હોવાની સાથે દરરોજ ઉપયોગમાં લઇ શકાય તેવી એસયુવી છે. તેમાં 1.5 લિટરનું ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવે છે. જે 108 બીએચપી પાવર અને 248 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. કારમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવે છે. આ કારની કિંમત 12.79 લાખ રૂપિયા છે. 

10 4×4 affordable suv best for all kinds of indian road

Tata Safari Storme
સ્કોર્પિયોને આ સેગમેન્ટમાં સીધી ટક્કર સફારી સ્ટ્રોમ આપે છે. છેલ્લા એક દશકાથી બજારમાં સારુ પ્રદર્શન કરી રહી છે. આ કારમાં 2.2 લિટર વરિકોર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવે છે, કારમાં 6 સ્પીડ ગિયરબોક્સ છે. કારનું એન્જિન 154 બીએચપી પાવર અને 400 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં પણ સ્કોર્પિયો જેવી જ ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવે છે. આ કારની કિંમત 15.91 લાખ રૂપિયા છે. 

10 4×4 affordable suv best for all kinds of indian road

Isuzu D-Max V-Cross
આ કાર પોતાના સેગમેન્ટમાં લુક્સ માટે સૌથી સારી માનવામાં આવે છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેની દરેક પ્રતિસ્પર્ધી કાર્સની સરખામણીએ વધારે છે. કારણ કે ભારતમાં પિક-અપ ટ્રક બનાવનારી કંપનીઓ ઘણી ઓછી છે. તેથી Isuzu આ સેગમેન્ટમાં લિડર છે. ડી-મેક્સ ઓફ-રોડિંગ માટે એક સારું વિકલ્પ છે. તેમાં 2.5 લિટર ટર્બો ડીઝલ એન્જિન છે, જે 5 સ્પીજ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. આ એન્જિન 134 બીએચપી પાવર અને 320 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારની પ્રારંભિક કિંમત 14.31 લાખ રૂપિયા છે. 

10 4×4 affordable suv best for all kinds of indian road

Tata Hexa
અનેક લોકો કહે છે કે હેસ્કા એક પૂર્ણ એસયુવી નથી પરંતુ ઓફ રોડિંગ માટે આ અન્ય કાર કરતા ઉતરતી નથી. હેક્સામાં 2.2 લિટરનું એન્જિન આપવામાં આવે છે, જે 154 બીએચપી પાવર અને 400 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 6 સ્પીડ ગિયરબોક્સ છે. તે ફાઇવ સીટર અને સેવન સીટર એમ બે ઓપ્શનમાં આવે છે. તેની કિંમત 17.89 લાખ રૂપિયા છે. આ એક બેસ્ટ ફેમેલી કાર પણ છે.

10 4×4 affordable suv best for all kinds of indian road

Jeep Compass
આ યાદીમાં કમ્પાસ સૌથી મોંઘી એસયુવી છે અને તેમાં માત્ર 5 સીટર ઓપ્શન જ છે. ભારતમાં કમ્પાસને ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને તેનો અંદાજો કારના વેચાણના આંકડા પરથી જાણી શકાય છે. આ કારમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક રોલઓવર મિટીગેશન, હિલ સ્ટાર્ટ એસિસ્ટ અને ડ્યૂઅલ એરબેગ્સ આપવામાં આવે છે. કારમાં 2 લિટરનું એન્જિન આપવામાં આવે છે, જે 171 બીએચપી પાવર અને 350 એનએમ ટોર્ક જનરેટ કરે છે. કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે. કારની કિંમત 21.35 લાખ રૂપિયા છે. 

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App