પ્રથમ પ્રયોગ / લંડનમાં હવા પ્રદૂષણ સામે ટેક્સ લાગુ, નક્કી ધોરણો કરતાં વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનોને રૂ.9 હજાર સુધીનો દંડ

Tax implications for air pollution in London
X
Tax implications for air pollution in London

  • લંડનમાં સોમવારથી જ આ પ્રથાને લાગુ કરવામાં આવી છે
  • આ નિયમ લાગુ થતાં નાના ઉદ્યોગકારો નારાજ
  • સેન્ટ્રલ લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોન(યૂલેજ) બનાવવામાં આવ્યા

Divyabhaskar.com

Apr 10, 2019, 05:25 PM IST
ઓટો ડેસ્ક.વિશ્વભરમાં હાલ પ્રદૂષણને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ભારતમાં પણ વાહનોથી થતા પ્રદૂણને રોકવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે લંડને તો તેના ઉપર અમલવારી પણ શરૂ કરી દીધી છે. અહીં સોમવારથી જ આ પ્રથાને લાગૂ કરવામાં આવી છે. જેમાં નક્કી કરેલા ધારાધોરણો કરતાં વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનનાં માલિકો પાસેથી ટેક્સ વસૂલવમાં આવશે. તેના માટે સેન્ટ્રલ લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોન(યૂલેજ) બનાવવામાં આવ્યા છે. પ્રદૂષણ ફેલાવતા અને ખૂબ જૂના વાહનો આ ઝોનમાં પ્રવેશ કરશે તો તેના માટે રૂપિયા 1150થી લઈને 9 હજાર સુધીનો ટેક્સ વસુલવામાં આવશે. આવી સિસ્ટમ લાગુ કરનારૂં લંડન વિશ્વમાં પ્રથમ શહેર બની ગયું છે.  

20 લાખ લોકો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે

ટ્રાન્સપોર્ટ ફોર લંનડ(ટીએફએલ) દ્વારા એવું અનુમાન લગાવાયું છે કે, આ નિર્ણયથી રોજ 40 હજાર કરતાં વધુ વાહનો પ્રભાવિત થશે. લંડનનાં મેયર સાદિક ખાને જણાવ્યું કે, રાજધાનીને પ્રદૂષિત હવાથી મુક્ત કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસ(એફએસબી)ના જણાવ્યા મુજબ આ વધારાના ખર્ચથી નાના વેપારીઓ ચિંતિત છે. આ નિર્ણયથી જે વાહનો ઉત્સર્જનના ધારાધોરણો મુજબ નહીં હોય તેમને યુલેજમાં પ્રવેશ કરવા માટે દરરોજ 1150 રૂપિયા આપવા પડશે. જો આ ટેક્સ ભરવામાં નહીં આવે તો 14,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પ્રથમ વખત ભૂલ કરનારાને માત્ર ચેતણવી આપતો પત્ર મોકલવામાં આવશે. 
ટીએફએલના કહેવા મુજબ આ નિર્ણયના કારણે છેલ્લા બે વર્ષમાં વાહન પ્રદૂષણમાં 45 ટકાનો ઘટાડો થયો છે. ક્લિન એર પેરેન્ટસ નેટવર્કનાં સૈડ્રા ગ્રીનનું કહેવું છે કે, આ ખૂબ સારો નિર્ણય છે. શહેરની પ્રદૂષિત હવાના કારણે વૃદ્ધોની સાથે બાળકો અને યુવાનોની પણ તબિયત ઉપર અસર વર્તાઈ રહી હતી. આ યોગ્ય સમયે લેવાયેલો યોગ્ય નિર્ણય છે. બીજી તરફ વેપારીઓ આ નિર્ણયથી નારાજ છે. તેમનું કહેવું છે કે, પહેલાં પણ કન્જેશન ચાર્જ 1000 રૂપિયા વસુલ કરવામાં આવતા હતા. હવે તેમાં વધારાનાં 1250 રૂપિયા લેવાનો તર્ક સમઝાતો નથી. આવું કરવાથી વેપારીઓ ઉપર ખર્ચનું ભારણ વધશે. 
લંડનના મેયર સાદિક ખાને આ નિર્ણય સંદર્ભે જણાવ્યું હતું કે, જે શહેરને લોકો પ્રેમ કરે છે તે શહેર જ લોકોને બિમાર પાડી રહ્યું છે. એઠલા માટે આ કડક નિર્ણય લેવાની ફરજ પડી છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ લંડનમાં 20 લાખ લોકો એવા વિસ્તારમાં રહે છે જ્યાં પ્રદૂષણનું સ્તર ભયજનક છે. અહીં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ ઈયુ દ્વારા નક્કિ કરેલા સ્તર કરતાં ત્રણ ગણું વધારે છે. આ પ્રદૂષણના કારણે ઘણા બાળકોમાં ફેફસા સાથે જોડાયેલી બિમારીઓ સામે આવી રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી