તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનમાં ઈલેક્ટ્રિક, ઓટોનોમસ કારના નિર્માણ પર વધુ ભાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સી સેવાઓ, બાઈક શેરિંગમાં પણ ભારે રોકાણ થઈ રહ્યું છે
  • ચીનમાં ચાલુ વર્ષે 15 લાખ ઈલેક્ટ્રિક કારોનું વેચાણ સંભવ 
  • દુનિયાભરમાં દોડતી 4 લાખ ઈલેક્ટ્રિક બસ ચીનમાં બની છે
ઓટો ડેસ્ક. ચીનમાં વિશ્વના કોઈ અન્ય દેશો કરતા વધુ કારોનું નિર્માણ થાય છે. ઈલેક્ટ્રિક કારોનું ઉત્પાદન પણ સૌથી વધુ થાય છે. પણ ચીનની સરકાર, કારનિર્માતા અને ટેક્નોલોજી કંપનીઓ તેનાથી આગળની યોજના બનાવી રહ્યા છે. તેનું ધ્યાન ઈલેક્ટ્રિક કારો, ટેક્સી સેવાઓ, ઓટોનોમસ વાહનો, બાઈક-સ્કૂટર શેરિંગ સ્કીમ, સ્માર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ છે. 

1) ઈલેક્ટ્રિક ચાર્જિંગની તૈયારીઓ

સરકારે પોતાની ઔદ્યોગિક નીતિમાં જે દસ સેક્ટરો પર ધ્યાન આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તેમાં કારોનું નિર્માણ સામેલ છે. કન્સલ્ટિંગ ફર્મ એલિક્સ પાર્ટનર્સના માર્ક વેકફિલ્ડ કહે છે કે તેનો મુખ્ય ભાગ ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં પ્રભુત્વ કાયમ કરવાની રણનીતિ છે. ચીનની કાર ઇન્ડસ્ટ્રી માટે ઈલેક્ટ્રિક કારોના ક્ષેત્રમાં ઝડપથી કામ શરૂ કરવાનાં અનેક કારણો છે. ત્યાં મોટા પાયે બેટરીનું ઉત્પાદન થાય છે. સરકાર ઇલેક્ટ્રિક ચાર્જિંગનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. ઈલેક્ટ્રિક કાર ઉપરાંત ચીન ટ્રાન્સપોર્ટમાં આવતા બે મોટાં પરિવર્તન-ઓટોનોમસ વાહન અને ટેક્સી સેવાઓથી ફાયદો ઉઠાવવા માગે છે. 

ત્રણ મોટી ઈન્ટરનેટ કંપનીઓ- અલીબાબા, બાઈડુ અને ટેનસેન્ટ ઈલેક્ટ્રિક વાહનો ઉપરાંત ઓટોનોમસ કાર, મોબિલિટી એપ્સમાં રોકાણ કરી રહી છે. વિશ્વની સૌથી મોટી રાઈડ શેરિંગ કંપની દીદી શૂશિંગમાં અલીબાબા, ટેનસેન્ટે રોકાણ કર્યુ છે. માર્ચમાં બે મોટી ટેક કંપનીઓએ કાર નિર્માતાઓ- ફા, ડોંગફોંગ, છાગન અને અન્ય રોકાણકારો સાથે મળીને ટેક્સી સેવાઓમાં દોઢ અબજ ડોલર રોક્યા છે. ગત 3 વર્ષોમાં બાઈક સેવાઓનું વિસ્તરણ થયું છે. ટેનસેન્ટની સહયોગી મોબાઈકના 23 કરોડથી વધુ યુઝર છે. 

ચીનમાં ચાલુ વર્ષે 15 લાખ ઈલેક્ટ્રિક કારોનું વેચાણ સંભવ છે. 2018માં તે 11 લાખ હતું. બાઈડુ અને ટેનસેન્ટએ ઈલેક્ટ્રિક કાર કંપની નિઓમાં પૈસા રોક્યા છે. શીપેંગ, ડબ્લ્યૂએમ મોટર, બાઈટન અને અન્ય કંપનીઓ પર પૈસા રોકી રહી છે. દુનિયાભરમાં દોડતી 4 લાખ ઈલેક્ટ્રિક બસ ચીનમાં બની છે. તેમાંથી મોટા ભાગની બસોનો ઉપયોગ ચીનમાં થઇ રહ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...