કાર લોન્ચ / BMW 620d ગ્રાન ટુરિઝ્મો ભારતમાં લોન્ચ, માત્ર 7.9 સેકન્ડમાં 0-100 કિમીની સ્પીડ

Divyabhaskar.com

Apr 10, 2019, 05:23 PM IST
bmw 620d gran turismo launch in india
X
bmw 620d gran turismo launch in india

  • બીએમડબ્લ્યુની એન્ટ્રિલેવલ કાર 620d હવે ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ
  • ભારતમાં આ કારની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 63.60 લાખ રહેશે

ઓટો ડેસ્ક. બીએમડબ્લ્યુની એન્ટ્રી લેવલ કાર BMW-6 સીરીઝની ગ્રાન ટુરિઝ્મો BMW620d આજે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં કંપનીએ ખાસ એસ્થેટિક્સ, વધુ સ્પેસ સાથેનું ઈન્ટિરિયર અને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજાવીને આકર્ષક બનાવ્યું છે. 

કારનું ઈન્ટિરિયર ફર્સ્ટક્લાસ કમ્ફર્ટની ફીલિંગ અપાવે છે

1.ચેન્નાઈ ખાતે આવેલા BMW ગૃપ પ્લાન્ટ ખાતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આ કાર સમગ્ર ભારતમાં તેના ડિલર પાસેથી ઉપલબ્ધ થશે. કંપનીએ BMW620d ગ્રાન ટુરિઝ્મો મોડલને ડીઝલ પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કર્યું છે. આ કારમાં ક્રૂઝ કન્ટ્રોલ સાથે એટ સ્પીડ સ્ટેપટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમિશન આપ્યું છે.  
2.કારના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં 6 એરબેગ, બ્રેક આસિસ્ટ સાથે એન્ટી લોક બ્રેકિંગ(ABS), ડાયનેમિક ટ્રેક્શન કન્ટ્રોલ, ડાયનેમિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, કોન્રિંગ બ્રેક કન્ટ્રોલ, હિલ ડિસ્ટન્સ કન્ટ્રોલ, સાઈડ ઈમ્પેક્ટ પ્રોટેક્શન, રિઈનફોર્સડ સાઈડવોલ્સ સાથે રન ફ્લેટ ટાયર, ઈલેક્ટ્રોનિક વિહિકલ ઈમોબિલાઈઝર, ફ્રેશ સેન્સર અને ઈમરજન્સી સ્પેરવ્હીલ આપ્યું છે. 
3.આ તબક્કે BMW ગૃપ ઈન્ડિયાનાં પ્રેસિડેન્ટ(એક્ટ.) ડૉ. હેન્સ ક્રિશ્ચિયન વારટેલ્સે જણાવ્યું હતું કે, ફર્સ્ટ એવર BMW-6 સીરિઝ ગ્રાન્ડ ટુરિઝ્મોને લોન્ચ કરવાની સાથે ભારતીય લક્ઝરી કાર માર્કેટમાં એક નવું કિર્તિમાન સ્થાપિત કર્યું છે. લક્ઝરી સેડાનની લાંબી સફર અને એક આકર્ષક કૂપે સ્ટાઈલમાં મોર્ડન ફંક્શનાલિટીને મેળવીને પ્રસ્તુત કરનારું ખાસ વ્હીકલ લક્ઝરી કોન્સેપ્ટ તેના આ ક્લાસમાં સફળ સાબિત કરી ચૂક્યું છે. બીએમડબ્લ્યુની એન્ટ્રિલેવલ કાર 620d હવે ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ થશે. કંપનીએ આ કારની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 63.90 લાખ નક્કી કર્યા છે.
4.BMWની આ કારનાં ફીચર્સની વાત કરીએ તો તેમાં ડાયનેમિક ડ્રાયવર-ઓરિએન્ટેશન અને લક્ઝુરિયસ કમ્ફર્ટનું સંપૂર્ણ સંતુલન બનાવી રાખ્યું છે. એલિવેટેડ સીટ સાથે ચીવટતાથી નિર્મિત કરેલું ઈન્ટિરિયર ફર્સ્ટક્લાસ કમ્ફર્ટની ફિલિંગ અપાવે છે. ખૂબ સારી જગ્યાના ઉપયોગ સાથે બનાવેલી આ કારમાં રિયર કમ્પાર્ટમેન્ટમાં ત્રણ આરામદાયક, પગ અને માથું રાખવા માટેની સુવિધા સાથેની ફૂલસાઈઝ સીટો આપવામાં આવી છે. બે ભાગ વાળા પેનોરમા ગ્લાસ રૂફ, ઈલેક્ટ્રિક ઓપરેટેડ એડજસ્ટેબલ રિયર સીટ્સ સાથે રિયર સાઈડમાં ઈલેક્ટ્રિક અપોરેટેડ સનબ્લેડ્સ આપી છે. જેનાથી આામદાયક અને લયબધ્ધ વાતાવરણ બની રહે છે. 
5.કારની રિયર સીટી એન્ટરટેનમેન્ટ પ્રોફેશનલ સિસ્ટમ ફ્રન્ટ સીટ બેકરેસ્ટ્સના પાછળના ભાગે 10.2ને બે કલર સ્ક્રિન, એક બ્લૂ-રે પ્લેયર, મોબાઈલ માટે HDMI કનેક્શન સાથે MP3 કનેક્શન અને ગેમ કંસોલ માટે પણ અનેક ફંક્શન આપ્યા છે જે ભરપુર મનોરંજન પુરૂં પાડે છે. 
6.કારની ડિઝાઈન પણ ખાસ પ્રકારે કરવામાં આવી છે. જે લાંબા બોનેટ સાથે કૂપ સ્ટાઈલ લો રૂફલાઈન અને ઓટોમેટિક ટેલગેટ જે વધુ આકર્ષક બનાવે છે. આ કારમાં સિલેક્ટીવ બીમ અને કોર્નિંગ લાઈટ્સ સહિત LED હેડલાઈટ્સ જે રસ્તાને સારી પેઠે પ્રકાશિત કરે છે જેથી નાઈટ ડ્રાઈવિંગમાં પણ ખૂબ સપોર્ટિવ રહે છે. ચાર લાઈટ એલિમેન્ટસ સાથે તેની ખાસ ડિઝાઈન એવી કરવામાં આવી છે કે રાત્રિ દરમિયાન પણ આ કારની ઓળખ આગવી રીતે થઈ જાય છે. 
7.આ કારનું ડીઝલ એન્જિન ઓછી સ્પીડમાં પણ વધુ પાવર આપવા માટે સક્ષમ છે. તેને ટ્વિન પાવર ટર્બો ટેક્નોલોજી સાથે વધુ પાવર સાથે સારી ક્ષમતા પુરી પાડે છે. BMW 620d ને ટુ લીટર ફોર સિલિન્ડર ડીઝલ એન્જિન 140 kW/190 hpનો આઉટપુટ અને 1,750 –
2,500 Rpm પર 400 Nmનો ટોર્ક જનરેટ કરે છે. અને માત્ર 7.9 સેકન્ડમાં આ કાર 0થી100 કિમી પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચી જાય છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી