ન્યૂયોર્ક ઓટો શો / 119 વર્ષ જૂના શોમાં આ વખતે 11 કારનું ગ્લોબલી લોન્ચિંગ થયું

Divyabhaskar.com

Apr 19, 2019, 12:25 PM IST
11 car globally launches this year at the New York Auto Show
X
11 car globally launches this year at the New York Auto Show

ઓટો ડેસ્ક. ન્યૂયોર્ક ઈન્ટરનેશનલ ઓટો શોમાં આ વખતે 11 કારનું ગ્લોબલી લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ઓટો શો આજ(19 એપ્રિલ)થી 28 એપ્રિલ સુધી ચાલશે. ઉત્તર અમેરિકાનો આ પહેલો ઓટો શો છે. તેની શરૂઆત 119 વર્ષ પહેલાં 1900માં કરવામાં આવી હતી. 
1

પોર્શે 911 સ્પીડસ્ટરઃ માત્ર 1948 કારનું ઉત્પાદન

પોર્શે 911 સ્પીડસ્ટરઃ માત્ર 1948 કારનું ઉત્પાદન
આ કારનું 4 લીટર એન્જિન 502 એચપીનો પાવર આપે છે. જે માત્ર 3.8 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડે છે. પોર્શે આ મોડલની માત્ર 1948 કાર બનાવી છે. કારની કિંમત રૂપિયા 2 કરોડ રાખવામાં આવી છે.
2

કિયા સ્ટિંગર જીટીએસઃ 800 કાર બનાવી, કિંમત 32 લાખ રૂપિયા

કિયા સ્ટિંગર જીટીએસઃ 800 કાર બનાવી, કિંમત 32 લાખ રૂપિયા
આ કારમાં ડ્રાઈવિંગનાં ત્રણ મોડ આપેલા છે. કમ્ફર્ટ મોડમાં 60 ટકા, સ્પોર્ટ મોડમાં 80 ટકા અને ડ્રિફ્ટ મોડમાં 100 ટકા પાવર પાછળનાં વ્હીલમાંથી આવે છે. કંપનીએ આ મોડલની માત્ર 800 કાર બનાવી છે. તો આ કારની કિંમત રૂપિયા 32 લાખ નક્કી કરવામાં આવી છે. 
3

મર્સિડીસ જીએલએસઃ આવતા વર્ષે માર્કેટમાં આવશે આ કાર

મર્સિડીસ જીએલએસઃ આવતા વર્ષે માર્કેટમાં આવશે આ કાર
મર્સિડીસે તેના વના વર્ઝનને ગ્લોબલી લોન્ચ કર્યું છે. જેમાં 4 લીટરની ક્ષમતા વાળું 580- 4મેટિક એન્જિન આપેલું છે. આ એન્જિનનો સૌ પ્રથમ વખત કારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જે માત્ર 5.2 સેકન્ડમાંજ 100 કિમી સુધીની ઝડપ પકડે છે. 
4

જેનેસિસ મિટઃ સાયન્સ ફિક્શન જેવું છે તેનું ઈન્ટિરિયર

જેનેસિસ મિટઃ સાયન્સ ફિક્શન જેવું છે તેનું ઈન્ટિરિયર
ઓટો શોમાં કેટલીક એવી કોન્સેપ્ટ કાર પ્રસ્તુત કરવામાં આવે છે જે માર્ગો ઉપર નથી આવતી. જેનેસિસની ઈલેક્ટ્રીક મિન્ટ એવી જ એક કોન્સેપ્ટ કાર છે. આ કારનું ઈન્ટિરિયર કોઈ સાયન્સ ફિક્સન જેવું લાગે છે. 
5

કિયા હાબાનીરોઃ કારની પાછળ શું છે તે જાણી શકાશે

કિયા હાબાનીરોઃ કારની પાછળ શું છે તે જાણી શકાશે
કિયા મોટર્સે હાબાનીરો નામની ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર ડિસ્પ્લે કરી છે. જેમાં રિયર વ્યૂ મિરરની જગ્યાએ આઈ ટ્રેકિંગ સિસ્ટમ આપી છે. ડ્રાઈવર જેવો મિરર વાળી જગ્યાએ નજર કરશે કે તરત જ કારની સામે અથવા પાછળ શું પડ્યું છે તેની તસવીર બતાવશે.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી