ટુ વ્હીલર / કંપનીએ વેસ્પા અને અપ્રિલિયા સ્કૂટર રેન્જને નવા ફીચર્સ સાથે અપડેટ કર્યા

The company updated the Vespa and the Apricia scooter range with new features
X
The company updated the Vespa and the Apricia scooter range with new features

  • Piaggio એપ્રિલ મહિનામાં વેસ્પા અને એપ્રિલિયા ટુવ્હીલરની એબીએસ રેન્જ પર ઓફર રાખવામાં આવી છે
  • ગ્રાહકને પેટીએમના માધ્યમ દ્વારા સ્કૂટર ખરીદવા પર 6,000 રૂપિયાનો લાભ મળી શકે છે

divyabhaskar.com

Apr 09, 2019, 05:02 PM IST
ઓટો ડેસ્ક. Piaggio ઇન્ડિયાનું અપડેટેડ વેસ્પા અને અપ્રિલિયા રેન્જના સ્કૂટર્સને એબીએસ (એન્ટી લોક બ્રેક)અને સીબીએસ(ક્મબાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ) ટેક્નોલોજીની સાથે અપડેટ કર્યા છે. આ સેફ્ટી ફીચર્સ હવે નવા અને જૂના બંને સ્કૂટર્સ માટે ફરજીયાત કર્યા છે. ફરી એક વખત નવી ઓળખના ભાગ રૂપે Piaggio એપ્રિલ મહિનામાં વેસ્પા અને એપ્રિલિયા ટુવ્હીલરની એબીએસ રેન્જ પર એક ઓફર રાખવામાં આવી છે. જેના કારણે ગ્રાહકને પેટીએમના માધ્યમ દ્વારા સ્કૂટર ખરીદવા પર 6,000 રૂપિયાનો લાભ મળી શકે છે. 

વેસ્પા અને અપ્રિલિયાના ફીચર્સ

અપ્રિલિયા Aprilia SR 150, Vespa SXL અને  VXL 150માં હવે સિંગલ-ચેનલ એબીએસ આપવામાં આવે છે. તે ઉપરાંત અપ્રિલિયા એસઆર 125 અને વેસ્પા 125 રેન્જને સીબીએસથી સજ્જ કરવામાં આવી છે. અપડેટેડ ફીચર્સની સાથે આ દરેક સ્કૂટર્સની કિંમતની જાણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે. 
મીડિયા રિપોર્ટ પ્રમાણે Piaggio ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓએ નવા અપગ્રેડેડ વેસ્પા અને અપ્રિલિયા વિશે જણાવ્યું કે, એક વૈશ્વિક બ્રાન્ડના રૂપમાં અમે પોતાના ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી છે. 
આ ટુ વ્હીલરના ઉપયોગની સંપૂર્ણ સુરક્ષા અને રાઇડિંગ ધારાધોરણોમાં સુધારો થશે. તથા સામાન્ય માંગને પૂર્ણ કરવા માટે દેશભરમાં તેને લોન્ચ કરવામાં આવશે. 
એબીએસ 125 ccથી ઉપરના ટુ વ્હીલર વાહનો પર જરૂરી છે, અને કોઇ પણ સ્થિતિમાં વાહનને વિના ફિસલન અથવા વ્હીકલ લોક થવાથી રોકવામાં મદદ કરે છે. જેના કારણે રાઇડરને નિયંત્રણ મળે છે. 
આ રીતે 125 cc ડિસ્પ્લેમેન્ટથી નીચે ટુવ્હીલર વાહનોમાં સીબીએસને માનક રૂપથી ફિટ કરવામાં આવશે. જે આગળ કે પાછળના વ્હીલની વચ્ચે પ્રમાણસર બ્રેક વિતરણ પ્રદાન કરે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી