જર્મની / સોને મઢેલી પોર્શ કાર પોલીસે જપ્ત કરી, તેના ચળકાટથી અન્ય ડ્રાયવરોને થતી હેરાનગતિ

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 12:05 PM
German police seize gold shine porsche car in hamburg

  • કાર એટલી ચમકદાર હતી કે પોલીસે તેને રોકવી પડી
  • કાર ઉપરથી સોનાની વરખ હટાવવાની શરતે ડ્રાયવરને છોડી મૂક્યો

ઓટો ડેસ્ક. મોંઘી કારનાં શોખીનોનો શોખ અન્ય લોકો માટે આફત બની જતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો જર્મનીના હેમ્બર્ગમાં સામે આવ્યો છે. એક વ્યક્તિએ મોંઘી કાર પોર્શ ખરીદી હતી. જેને સોનાના વરખથી મઢાવતાં ચમકાટ મારતી હતી. આ કારના ચમકારાથી બીજા વાહનના ડ્રાયવર્સને તકલીફ થતી હતી અને માર્ગ અકસ્માતનું જોખમ રહેલું હતું. જેના પગલે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી પોર્શને સ્થાનિક પોલીસે રોકી હતી.

પોલસીનું કહેવું છે કે, સોનાથી મઢેલી કારને જપ્ત કરવામાં આવી છે. ડ્રાયવરને આ કાર ઉપરથી સોનાનું વરખ દૂર કરી ફરીથી તેનું પાર્સિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. પોલીસની વાત નહીં માનતા કારને જપ્ત કરવાની ફરજ પડી હતી.

દંડ વસુલીને કારને જવા દીધી

મળતી વિગતો મુજબ પોલીસે બાદમાં કારનાં ડ્રાયવર પાસેથી દંડ વસુલી તેને જવા દીધો હતો. તેને કહેવામાં આવ્યું છે કે, જો બીજી વખત રસ્તા ઉપર આવતા પહેલાં કાર ઉપરથી સોનાનું વરખ હટાવવું પડશે. સ્થાનિક મીડિયાનાં કહેવા પ્રમાણે જે દિવસે પોર્શ કાર પકડાયી હતી તે જ દિવસે પૉલિશ કરેલી લેમ્બોર્ગિની પણ પકડાયી હતી. જોકે તે કારના માલિકે પોલીસની વાત માની જતાં તેણે સોનાનું વરખ ઉતારી દીધું હતું.

X
German police seize gold shine porsche car in hamburg
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App