સામે આવ્યો દુનિયાનો સૌથી ભીમકાય પુરુષ, ડૉક્ટર્સ જોડે જતા પણ ડરતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈ પણ મનુષ્યનું ખરેખરમાં સૌથી મોટું દુશ્મન હોય તો તેનું શરીર. એટલા માટે આ સૌથી મોટી જવાબદારી હોય છે કે તેનું ધ્યાન રાખવું પડે. અમેરિકા પેસિફિક આઈલેન્ડનાં રહેવાસી રિકી નાપૂટીનું વજન 408 કિગ્રા છે. તે દુનિયાનો સૌથી કદાવર પુરુષ છે. તેની વિશાળ કમરનાં કારણે તે ઘરના રૂમમાં પથારી પર પડ્યા રહેવા માટે મજબૂર છે.

39 વર્ષીય રિકીની સંપૂર્ણ કહાણી ટીએલસી ચેનલે તેમના એક કાર્યક્રમમાં પ્રસ્તુત કરી હતી, ત્યારથી આ દૂનિયામાં રિકી પ્રત્યે લોકોની સંવેદનાઓ જોવા મળી રહી છે. રિકી હવે આ સ્થૂળતાથી છૂટકારો મેળવવા માંગે છે અને સામાન્ય મનુષ્ય જેવી જિન્દગી જીવવા માંગે છે. કાર્યક્રમનાં નિર્માતાની રિકી અને તેમની પત્ની શેરિલ સાથે મુલાકાત ત્રણ વર્ષ પહેલા તેમની સારવાર દરમિયાન થઈ હતી.

આ દરમિયાન રિકી તેની સ્થૂળતાની સર્જરી કરાવી રહ્યો હતો. આ કાર્યક્રમમાં રિકીએ તેમની આત્મકથા પ્રસ્તુત કરી છે કે કેવી રીતે તે બેદરકારી કરતો હતો. તેણે કેમેરાની સામે સ્વીકાર્યું કે તે પોતે ડૉક્ટર્સ પાસે જવાનો પણ ક્યારેય પ્રયત્ન નહોંતો કર્યો.

અંદરની સ્લાઇડમાં આપેલી તસવીરોમાં જૂઓ તેમનું કદાવર શરીર.. (તસવીરોઃ સાભાર ટીએલસી)