• Gujarati News
  • World's Fastest Elevator, Climbs 95 Floors In 43 Second

આ છે દુનિયાની સૌથી ઝડપી લિફ્ટ, ઝડપ જાણીને ભવા તણાઈ જશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેક્નોલોજીની દૂનિયા ઉત્તરોત્તર નવા-નવા શિખર સર કરતી જઈ રહી છે, આવામાં તેમાં વધું એક ઉમેરો કર્યો છે દુનિયાની આ સૌથી ફાસ્ટ લિફ્ટ એટલે કે એલીવેટરે. 72 કિમી પ્રતિકલાકની ઝડપે ચઢતી આ લિફ્ટ દૂનિયાની સૌથી ફાસ્ટ લિફ્ટ છે, જે 43 સેકન્ડમાં 95માં માળે પહોંચી જાય છે. દુનિયાની આ સૌથી ફાસ્ટ એલીવેટર ચાઇનામાં છે.

જ્યારે વર્તમાન વર્લ્ડરેકૉર્ડ તાઈવાનની 101 માળની તાપઈ ઈમારતમાં સ્થિત લિફ્ટ પાસે, જેની ઝડપ 37.7 પ્રતિકલાકની ઝડપે દોડીને 30 સેકન્ડમાં આ ઈમારતનાં શીખરે પહોંચી જાય છે. ગત બુધવારે બ્રિટનમાં હિટાચીએ જાહેરાત કરી તે પ્રમાણે આ અલ્ટ્રા હાઈ સ્પીડ એલીવેટર 43 સેકન્ડમાં 95 માળ પર ચઢી જાય છે.

આ એલીવેટર 530 મીટર ઊંચા ગૌન્ઝોઉ સીટીએફ ફાઇનાન્સ સેન્ટરમાં તૈયાર કરવામાં આવી છે, જે ચીનનાં ગૌન્ઝોઉ ખાતે અન્ડર કન્ટ્રક્શન હેઠળ છે. દુનિયાની આ સૌથી ફાસ્ટેટ કહેવાતી લિફ્ટને વર્ષ 2016માં પબ્લિક માટે ખુલ્લી મુકવામાં આવનારી છે. આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જોઈશું આ લિફ્ટ અને જાણીશું તેની સાથે જોડાયેલી વધું કેટલીક આશ્ચર્યમાં મુકતી હકીકતો..