કોઈ આશ્ચર્યથી કમ નથી આ કેબલ બ્રિજ, એફિલ ટાવરથી પણ છે ઉંચો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફ્રાંસના મિલાઉ બ્રિજની એક તસવીર)
પેરિસઃ દુનિયામાં અનેક અમેઝીંગ બ્રિજીસ છે જે પોતાના અનોખોપણાના કારણે લોકોને ખુબ આકર્ષિત કરે છે. આવો જ એક અમેઝીંગ બ્રિજ ફ્રાન્સમાં સ્થિત છે, જેનું નામ મિલાઉ વિયાડક્ટ બ્રિજ છે. પશ્ચિમી ફ્રાંસમાં મિલાઉ શહેર નજીક ટાર્ન નદી પર બનેલો આ પુલ દુનિયાનો સૌથી ઉંચો પુલ છે, જે કેબલના સહારે બનેલો છે.
આ પુલને ફ્રાન્સિસી એન્જિનિયર માઈકલ વિલરેક્સ અને બ્રિટીશ આર્કિટેક્ટ લોર્ડ નોર્મન ફોસ્ટર દ્વારા ડિઝાઈન કરાયો હતો. જેની ઉંચાઈ 343 મીટર (1,125 ફુટ) છે. તો તેનો એક થાંભલો 1118 ફુટ ઉંચો છે.
તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ એ વાત સાચી છે કે તેની ઉંચાઈ એફિલ ટાવરથી પણ વધારે છે. ઉલ્લેખનીય છે કે એફિલ ટાવરની ઉંચાઈ લગભગ 988 ફુટ છે. 2460 મીટર લાંબો આ બ્રિજ દુનિયાના સૌથી ઉંચા પુલોમાં 12માં સ્થાને છે.
આ એ 75-એ 71 સડક માર્ગનો એક ભાગ છે, જે પેરિસથી માઉન્ટ પિલર સુધી જાય છે. તેના નિર્માણમાં કુલ ખર્ચ 40 કરોડ યૂરો (લગભગ 23.47 અરબ રૂપિયા) થયો હતો. એન્જિનિયરીંગ માટે પડકાર સમાન આ પુલ 14 ડિસેમ્બર 2004ના તૈયાર થયો અને 16 ડિસેમ્બરના તેને લોકોના વપરાશ માટે ખુલ્લો મુકાયો હતો.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આ બ્રિજની કેટલીક અન્ય તસવીરો...