તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

World Sparrow Day: આવી પરિસ્થિતીમાં કેવી રીતે જીવી શકશે ચકલી?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે વિશ્વ ચકલી દિવસ છે. શહેરી પક્ષી ગણાતી ચકલી છેલ્લા એક દાયકાથી લુપ્ત થતી જાય છે. ખાસ કરીને મોબાઈલના આગમન પછી અને શહેરી વિસ્તારના મકાનોની બાંધણીમાં ફેરફાર થયા પછી ઘરે ઘરમાં ચિચિયારી કરતી ચકલી જોવી દુર્લભ થતી જાય છે.

સામાન્ય રીતે ઘરની અંદર, વેન્ટીલેશનમાં, ખૂણે ખાંચરે ગોખલામાં અને મોટા ભાગે ટ્યુબ લાઈટ ઉપર માળો બાંધતી ચકલી હવે જોવા મળતી નથી. એક સર્વેક્ષણ પ્રમાણે પાછળ એક વર્ષમાં શહેરી વિસ્તારમાં ચકલીની સંખ્યામાં ૩૦% જેટલો ભારે ઘટાડો નોંધાયો છે. ચકલીની સંખ્યા ઘટવા પાછળનું એક કારણ ખોરાકની અછત પણ મનાય છે.

બગીચામાં મોટાપ્રમાણમાં કિટનાશકોનો ઉપયોગ થવાથી પણ ચકલીઓને પૂરતો ખોરાક મળતો નથી. ઉપરાંત ખુલ્લી ઘાસવાળી જમીનનું ઘટતું પ્રમાણ, વધતું જતું તાપમાન વગેરે પણ આ માટે વત્તા-ઓછા અંશે જવાબદાર છે. એક સમયે કાબર જે પ્રકારે ખોરાક મેળવાતી હતી, તે હાલત હાલ ચકલીની થઇ ગઇ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો