બેહદ ખતરનાક છે આ રસ્તો, જ્યાં પળેપળ મંડરાય છે મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સ્પેનના મલાગા વિસ્તારમાં આવેલ કેમિનિટો ડેલ રે માર્ગ)
બાર્સેલોનાઃ દુનિયામાં અનેક શાનદરા સડકો છે જ્યાં ગાડીઓ દોડાવવી કે ચલાવવી ખુબ જ આરામદાયક હોય છે. પરંતુ કેટલાક રસ્તા એવા પણ છે, જેના પર ચાલવું કોઈ જોખમથી કમ નથી. આવો જ એક રસ્તો સ્પેનના મલાગા વિસ્તારમાં સ્થિત છે જેનું નામ કેમિનિટો ડેલ રે માર્ગ છે. 110 વર્ષ પુરાણો આ રસ્તો એલોરાની નજીક એલ ચોરો પહાડી પર બનેલો છે.
આ માર્ગને કિંગ્સ પાથવેના નામથી પણ ઓળખવામાં આવે છે. તે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા પૈકી એક છે, જ્યાં દરેક જગ્યાએ મોત મંડરાઈ રહે છે. અહીંથી પસાર થતા લોકો ગમે ત્યારે મોતના મુખમાં જઈ શકે છે. આ રસ્તો 1905માં બે હાઈડ્રો ઈલેક્ટ્રીક પાવર પ્લાન્ટમાં કામ કરવા માટે આવતા જતા મજુરો માટે બનાવાયો હતો.
વર્ષ 2000માં આ રસ્તાને બંધ કરી દેવાયો હતો, કારણ કે આ રસ્તા પરથી પડીને બે લોકોના મોત નિપજ્યા હતા, જો કે 2011થી 2014 દરમિયાન આ રસ્તાને સુધારવાનું કામ કરાયુ. ત્યારબાદ સપ્ટેમ્બર 2014માં ફરી તેને ખોલી દેવાયો. તેમ છતાં અહીંથી પસાર થવું જોખમ ભરેલુ છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આની કેટલીક અન્ય તસવીરો...