ભલભલા છેતરાઈ જાય, જુઓ દુનિયાનાં સૌથી ફની મોબાઇલ કવર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોબાઇલ આજે એક એવું ઉપકરણ બની ગયું છે, જે દુનિયાના દરેક વર્ગની વ્યક્તિ પાસે છે, એમ કહીંએ તો કશું જ ખોટું નથી. શાકભાજીવાળાથી લઈને ઘરમાં કામ કરતા નોકર પાસે પણ મોંઘાદાટ મોબાઇલ જોવા મળી જાય, એ હવે કોઈ નવી વાત નથી. બાળક હજુ સમજતું ન થયું હોય, ત્યાંજ મોબાઇલનો એવો ઉપયોગ તમારી સામે કરે, કે તેને જોઈને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જાવ કે આટલું નાનું બાળક, કેવી રીતે મોબાઇલ વાપરતું હશે.

આજે મોબાઇલ દરેક વ્યક્તિ માટે એક જરૂરિયાત બની ગયો છે. ત્યારે તેની સાથે-સાથે જોડાયેલા ઉપકરણોની ડિમાન્ડ પણ વધી છે. આવા જ કેટલાક ઉપકરણોમાંથી એક છે મોબાઇલ કવર. મોબાઇલ કવરની વાત કરીએ તો પહેલો વિચાર એ જ આવે કે મોબાઇલ તેનાથી સુરક્ષીત રહેશે, પણ હવે તેનો ઉપયોગ માત્ર સુરક્ષા માટે જ નહીં, લોકોનું ધ્યાન ખેંચવા અને અન્યથી કઇંક જૂદા દેખાવા માટે પણ થવા લાગ્યો છે.

અહીં આગળ આપેલી તસવીરોમાં, દુનિયાભરના અનોંખા અને રમૂજી મોબાઇલ કવર જોશો, તો તમને પણ ખ્યાલ આવશે કે કેવી-કેવી ડિઝાઇન્સ માર્કેટમાં આવી છે. આ તમામ મોબાઇલ કવરને તમે ઇન્ટરનેટનાં માધ્યમથી ખરીદી શકો છો. આઈફોન જેવા આકારના તમામ મોબાઇલમાં આ કવર સેટ થઈ જશે.