ફ્રેન્ડસર્કલની આ ક્રિએટિવિટી જોઈને તમને પણ હસવું આવી જશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયાની હાલ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ બોલબાલા છે. તેમાં પણ ખાસ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ પ્લસ જેવી સોશિયલ વેબસાઇટ્સ પર લોકો કઈંક ખાસ રસ લઈ રહ્યાં છે.

નવા-નવા મિત્રો બનાવવા, તેમની સાથે ચર્ચાઓ કરવી, એકબીજાને યાદગાર અને ફની ફોટોગ્રાફ શેર કરવા, કોઈ ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચાવિચારણા કરવી, કે પછી કોઈ નવી ઇવેન્ટની જાહેરાત કરવી હોય, આ તમામ બાબતો માટે સોશિયલ વેબ સાઇટ્સ લોકોને ઉપયોગી બની રહી છે.

એકલતા અનૂભવતા લોકો માટે પણ સોશિયલ વેબસાઇટ એક મિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહી છે. અહીં માત્ર યંગ જનરેશન જ જોવા મળે એવું નથી, અહીં તો ઓલ્ડ જનરેશન પણ ખૂબ રસ લઈ રહી છે. દુનિયાભરમાં શું બની રહ્યું છે? લોકો શું ચર્ચા કરી રહ્યાં છે? લેટેસ્ટ ન્યૂઝ શું છે? આવા કેટલાય પ્રશ્નોના જવાબ, આજે સોશિયલ વેબસાઇટ પર સરળતાથી મળી જાય છે.

લોકોનો સૌથી વધુ રસ રમૂજી ફોટોગ્રાફ્સ ઉપર જોવા મળ્યો છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં આ ટ્રેન્ડ વધારે દેખાઈ રહ્યો છે. આજે અમે લઈને આવ્યા છીએ આ તમામ વેબસાઇટ્સ પર પોસ્ટ થયેલી આવી જ કેટલીક રમૂજી અને ખૂબ ચર્ચાયેલી તસવીરો.

આ તસવીરોને તમે પણ તમારા સોશિયલ વેબસાઇટ્સ પરના એકાઉન્ટમાં પોસ્ટ કરવા માંગશો. આવો જોઈએ આવી દસ રમૂજી અને ખૂબ ચર્ચાયેલી તસવીરો, જે આજ-કાલ સોશિયલ વેબસાઇટ્સ પર મિત્રો વચ્ચે ધૂમ મચાવી રહી છે.