ગુફાઓની અંદર છે તુર્કીનું અંડરગ્રાઉન્ડ શહેર, જ્યાં છે તમામ સુવિધાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ગુફાઓની અંદર વસેલુ અંડરગ્રાઉન્ડ શહેર કેપ્પાદોસિયાની એક તસવીર)
ઈસ્તંબુલઃ તુર્કીમાં સેન્ટ્રલ એનાતોલિયામાં એક કસબો છે કેપ્પાદોસિયા. આ જગ્યાને શિખરના વિશેષ આકાર અને રંગના કારણે ચંદ્રમાં જેવી ધરતી તરીકે પ્રખ્યાત છે. ઈસ્તંબુલથી 730 કિમી દુર આ કસબાને અંડરગ્રાઉન્ડ સીટી કહેવાય છે.
બહારથી આ એક મોટા કસબા જેવો નજરે ચડે છે, પરંતુ અહીં ગુફાઓની અંદર ચર્ચ, ઘર, હોસ્પિટલ અને સ્કુલ બનેલા છે. પર્યટનના દ્રષ્ટિકોણથી આ શહેરને વિશેષ માન્યતા મળેલી છે. ઉંચા પહાડો, ઉંડી ખાઈઓ અને વળાંકવાળા રસ્તાના કારણે અહીં પહોચવું થોડુ મુશ્કેલ છે, પરંતુ પર્યટકો માટે ખાસ પરિવહન સુવિધાઓ છે. તે ઉપરાંત ‘હોટ એર બલુન’નો રોમાંચક અનુભવ લેતા લોકો પણ અહી નજરે પડે છે. મોસમ સાફ હોય ત્યારે દરરોજ અહીં હોટ એર બલુનની ઉડાનો થતી હોય છે.
એવી માન્યતા છે કે કેપ્પાદોસિયા ઉપરાંત તેની આસપાસના વિસ્તાર પ્રાચીનકાળના એ સમયના છે, જ્યારે મનુષ્યએ પોતાના માટે ઘર બનાવવાની શરૂઆત કરી હતી. શરૂઆત પહાડોને કાપીને ઘર બનાવવાથી થઈ હતી. આ ઉપરાંત અન્ય હેતુઓ ખતરનાક જંગલી પ્રાણીઓથી પોતાની રક્ષા કરવાનો પણ હતો. જો કે આજ આ વિસ્તાર આધુનિકતામાં કોઈ પ્રકારે પાછળ નથી. આ જ કારણ છે કે પર્યટક આ શહેરની સુંદરતાને નજીકથી નિહાળે છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ તેની કેટલીક અન્ય તસવીરો...
સોર્સ- cappadociaturkey.net