આ મંદિરમાં ચઢે છે નૂડલ્સનો પ્રસાદ, જાણો આવા 10 યુનિક પ્રસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : તમે કોઈ મંદિરે જાવ તો શાનો પ્રસાદ ધરાવો છો. મોટાભાગના લોકો મિઠાઈ, ફ્રુટ કે પછી શિંગ- સાકરિયા કે એથી વધીને મમરાનો પ્રસાદ ધરાવે છે. તમે આનાથી અલગ પ્રસાદ વિશે વિચારો તો તમને કયા નામ યાદ આવે એ વિચારજો. પરંતુ ભારતમાં એવા કેટલાય મંદિર છે જ્યાં તમારા માન્યામાં ના આવે એવા પદાર્થોનો ભોગ ધરાવાય છે.
શું શું ધરાવાય છે
દેશના કેટલાક મંદિરોમાં નૂડલ્સ, ઢોંસા, બિસ્કિટ તો ક્યાંક દારૂનો ભોગ ધરાવાય આવો પ્રસાદ ચઢાવવા પાછળ કેટલીક માન્યતાઓ હોય છે. વળી આવા ડિફરન્ટ પ્રસાદ મંદિરને બીજા મંદિરથી અલગ પાડે છે. આજે આવા જ 10 પ્રસાદ વિશે અહીં વાત કરવામાં આવી છે.
કયાં મંદિરમાં ચઢે છે નૂડલ્સ
આ મંદિર કોલકાતાથી 12 કિમી દૂર ચાઈના ટાઉન નામથી પ્રસિદ્ધ ટાંગરા વિસ્તારમાં આવેલુ છે. કહેવાય છે કે આશરે 60 વર્ષ પહેલા આ જગ્યાએ એક ઝાડ હતુ. જેની નીચે કાળા પથ્થપ મુકેલા હતા. જેને દેવીનું પ્રતીક માનીને લોકો પૂજા કરતા હતા. એકવાર એક ચીની છોકરાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. કોઈ દવા કામ નહોતી કરતી. છેલ્લે એના પરિવારે દેવીની પૂજા કરી અને છોકરો એકદમ સાજો થઈ ગયો. એ પછી ચીની પરિવારે આ મંદિર બનાવડાવ્યું.
આગળની સ્લાઇડમાં વાંચો આવા પ્રસાદ વિશે...
અન્ય સમાચારો પણ છે...