આ છે પુસ્તકોનું શહેર, દર વર્ષે આવે છે 5 લાખથી વધુ ટુરિસ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( હે ઓનવે એટલે કે ટાઉન ઓફ બુક્સ)
લંડનઃ હે ઑનવેને ટાઉન ઓફ બુક્સ કહેવાય છે. બ્રિટનની સીમાની નજીક 1961માં તેની શરૂઆત થઈ. ત્યારે રિચર્ડ બૂથ નામના વ્યક્તિએ સેકન્ડ હેન્ડ પુસ્તકોની પહેલી દુકાન ફાયર સ્ટેશનની શરૂઆત કરી. એ સમયે અમેરિકીમાં લાઈબ્રેરી તેજીથી બંધ થઈ રહી હતી. તેના માટે બૂથે અમેરિકાથી લોકોને બોલાવ્યા. કામ ચાલી પડ્યુ. ધીરે-ધીરે અન્ય લોકો પણ તેની સાથે જોડાતા ગયા. અત્યાર સુધીમાં અહીં પર 80 હજાર લેખકોના પુસ્તકો જમા થઈ ગયા છે. દરવર્ષે મે માસમાં અહીં લિટરેચર ફેસ્ટીવલ થાય છે. જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ જાય છે. તેના માટે અહીં દુનિયાભરના લેખક અને પબ્લિશર આવે છે. 1970માં આ શહેરને ‘ટાઉન ઓફ બુક્સ’ જાહેર કરી દેવાયુ છે. જ્યાં લગભગ 5 લાખ ટુરિસ્ટ દરવર્ષે આવે છે.
ક્યાં છે આ શહેર
આ શહેર યુકેમાં આવેલુ છે. વેલ્શ સમુદાયની અહીં બહુમતિ છે. સાથે જ તે નદીના કિનારે વસેલુ હોવાના કારણે તેને ઓન વે કહેવાય છે. અહીંથી હરફોર્ડશાયર 34 કિમીની દુરી પર છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ કેટલીક અન્ય તસવીરો...