તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ડબ્બા જેવા ઘરની કિંમત છે સવા કરોડ રૂપિયા, અંદર છે બધી સગવડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: આ ઘર છે ડબ્બા જેટલું પણ એમાં બધી જ બેઝિક સગવડો ઉપલબ્ધ હોય છે. માત્ર બેઝિક સુવિધા જ નહીં આ નાનકડાં ઘરમાં કેટલીય ખુબીઓ છે. નવાઈની વાત તો એ છે કે આને બનાવવામાં  બહુ ઓછો સમય લાગે છે. એટલું જ નહીં એને માલિકની ઇચ્છા મુજબ એક જગ્યાએથી બીજે પણ લઈ જઈ શકાય છે. ઉત્તર યૂરોપના દેશ એસ્ટોનિયાના એક ડિઝાઇન હાઉસે આને બ્રિટનની રહેણાંકની સમસ્યાના સમાધાન તરીકે રજૂ કર્યું છે.
 
આ છે ઘરની ખુબીઓ
- આ ઘર કોક્રિંટનું બનેલું છે. તેના દરેક ભાગને એક જ દિવસમાં બનાવાયા અને એને જોડીને આખું ઘર બનાવી શકાય છે. જગ્યાના હિસાબે ઘરનો આકાર બદલી પણ શકાય છે.

- આને એસ્ટોનિયાના ડિઝાઈન હાઉસ કોડોસેમાએ બનાવ્યું છે અને એને કોડા હાઉસ નામ આપવામાં આવ્યું છે.

- ભારતીય નાણાંમા એની કિંમત સવા કરોડ રૂપિયા છે. જો કે એના નિર્માણ, એની સાઈટ પર લઈ જઇને એસેમ્બલ કરવા અને વીજળી પાણીની પણ સગવડ છે.

- કોંક્રીટની દિવાલોવાળા આ ઘરમાં ઓપન પ્લાન કિચન અને બેડરૂમ છે. સ્લીપ એરિયા પર લોફ્ડેડ બેડ લાગેલા છે. કીચનમાં ઓવન, સ્ટોલટૉપ, ડ્રોઅર્સ અે કેબિનેટ્સ લાગેલા છે.
 
પ્રકાશ અને ગરમીની વ્યવસ્થા

- એક ખૂણામાં બાથરૂમ છે અને ઉપર ટેરેસ પણ છે. આની છત પર સોલર પેનલ લાગેલી હોવાથી પોતાના જેટલી વીજળી બની જાય છે.

- પ્રકાશ માટે આ ઘરનો સામેનો ભાગ ગ્લાસનો બનાવ્યો છે. આ કાંચમાં ચાર લેયર છે. એ એટલું મોટું છે કે અવાજ અને ઠંડીને રોકી લે છે. જો ઓનરને પ્રાઈવસી જોઈતી હોય તો એ સિલીંગથી ફ્લોર સુધી પડદા લગાવી શકે છે.

- આ ઘરનું મોડલ 269 વર્ગફીટનું છે. આ કારની ગેરેજ કરતા થોડોક જ વધારે એરિયા છે. જે આશરે 200 વર્ગફીટનો હોય છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ નાનાકડાં પણ ભવ્ય ઘરના વિભિન્ન ભાગોના ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...