આગળ-પાછળ હથિયારધારી રોબોટ, આ રીતે કરાવ્યુ વેડિંગ રિસેપ્શન ફોટોશૂટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્કઃ હાલના દિવસોમાં અલગ-અલગ થીમ પર વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ક્રેઝ પોપ્યુલર થઈ રહ્યો છે. હાલમાં જ લોસ એન્જેલેસના રહેવાસી જેનિફર અને તેના પતિ જોસુઆએ સ્ટાર વોર્સ થીમ પર વેડિંગ ફોટોશુટ કરાવ્યુ, જે રિસેપ્શન સમયે કરાયુ હતુ. આ દરમિયાન તેની પાછળ બે હથિયારધારી રોબોટ હતા. રિસેપ્શનમાં સામેલ થનાર મહેમાનો પણ આ અજબ-ગજબ વેડિંગ ફોટોશૂટનો ભગ બન્યા હતા.
આ દરમિયાન સ્ટાર વોર્સના મુખ્ય કેરેક્ટર ટોન્ટન અને વામ્પાની ઝલક પણ જોવા મળી. આ કપલે પોતાના હાથમાં મુવી કેરેક્ટરની માફક તલવાર પણ રાખી હતી. ઉલ્લેખનીય છે કે પુરા વેડિંગ રિસેપ્શનની થીમના ફોટો કાકા સેન્ટોરોએ કેદ કર્યા છે. આ દરમિયાન દુલ્હન બનેલી જેનિફરે પોતાના પિતા અને પતિ જોશુઆ સાથે ડાન્સ પણ કર્યો હતો. પોતાના વેડિંગ રિસેપ્શન ફોટોશૂટને લઈને જેનિફરે કહ્યુ કે મે અને મારા પતિએ ડિસાઈડ કર્યુ કે વેડિંગ રિસેપ્શન દરમિયાન અમે પોપ્યુલર મુવી સ્ટાર વોર્સની માફક ફોટોગ્રાફી કરાવીશુ, જે ખરેખર લાજવાબ હતી.
શું છે સ્ટારવોર્સ
સ્ટાર વોર્સ જોર્જ લુકાસ દ્વારા કલ્પિત એક મહાકાવ્યાત્મક અંતરિક્ષ ઓપેરાની ફ્રેન્ચાઈઝી છે. આ ફ્રેન્ચાઈઝીની બનેલી પહેલી ફિલ્મ 25 મે 1977માં 20th સેન્ચુરી ફોક્સના સૌજન્યથી રીલીઝ થઈ હતી. તેના તમામ કેરેક્ટર્સ લોકો વચ્ચે ઘણા પોપ્યુલર થયા હતા. ત્યારબાદ દર ત્રણ વર્ષના અંતરે આ ફિલ્મો બનતી રહી. જો કે અંતિમ ફિલ્મ 19 મે 2005માં રિલિઝ થઈ હતી.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આ અજબગજબ વેડિંગની કેટલીક અન્ય તસવીરો...