આ હતા અમેરિકાના મૂળ નિવાસી, જુઓ કેવી રીતે બચાવી રાખ્યા છે આ લોકોને?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યોર્જ કૈટલિન (1797-1872) અમેરિકાના પ્રખ્યાત કલાકાર હતા. તેમણે અમેરિકાના મૂળ રહેવાસીઓના ચિત્રો બનાવ્યા હતા. કૈટલિનનું લક્ષ્ય હતું આ પ્રજાતિઓની સંસ્કૃતિને તેમના ચિત્રો દ્વારા જીવીત રાખી શકાય.

આ માટે કૈટલિનના ચિત્રોનું પ્રદર્શન અવાર-નવાર યોજાતું રહે છે, અત્યારે તેમના ચિત્રોનું પ્રદર્શન લંડનની આર્ટ ગેલેરી ખાતે ચાલી રહ્યું છે. તેમણે અમેરિકાના મૂળ રહેવાસીઓનાં ચિત્રો તૈયાર કર્યા જેમાં તેમણે તે સમયના આદીવાસી લોકો અને તેમના પ્રમુખો પર વિશેષ ધ્યાન આપેલું.

આ ચિત્રો જોઈને આપણને નવાઈ લાગે, કેમ કે આજના અમેરિકાના લોકોનો દેખાવ અને ચિત્રોમાં દેખાતા લોકોના દેખાવમાં આકાશ-પાતાળનો તફાવત છે. કૈટલિને બનાવેલા ચિત્રો આગળની તસવીરોમાં જોઈશું.