• Gujarati News
  • Human Barbie's Parents Decides Her Clothes,Refuse To Go On Date Alone

આ યુવતી પણ છે ‘હ્યુમન બાર્બી ડોલ’, ડેટીંગ અગાઉ મુકે છે એક વિચિત્ર શરત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: રશિયાની એક યુવતીને તેના માતા-પિતાએ બાળપણથી જ એક બાર્બી ડોલની જેમ જ રાખી છે. તે જ કારણોસર 26 વર્ષિય એન્જેલિકા કેનોવાને યુક્રેનની વેલેરિયાની જેમ ‘હ્યુમન બાર્બી ડોલ’ ગણવામાં આવી રહી છે. એન્જેલિકા અંગે પણ હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ રહી છે. જોકે આ યુવતીની દરેક બાબતોનું ધ્યાન માત્ર તેના માતા-પિતા જ રાખે છે. તેના કપડા અને ડાયેટ પ્લાન દરેક વસ્તુનો નિર્ણય તેના માતા-પિતા જ કરે છે. એન્જેલિકાને એકલા બહાર જવા પર પ્રતિબંધ છે.
Related Placeholder
યુક્રેનની હ્યુમન બાર્બી વેલેરિયાની જેમ એન્જેલિકા પણ એક મોડલ છે અને તેમછતાં તે પોતાના માતા-પિતાના નિયંત્રણમાં જ રહે છે. કોઇપણ યુવકને ડેટ કરતા પહેલા એક વિચિત્ર શરત મૂકે છે કે તેની સાથે ડેટ પર તેની માતા પણ આવશે.
38 કિલોનું જ વજન ધરાવતી એન્જેલિકા પ્રમાણે તેણે ક્યારેય કોઇ સર્જરી કરાવી નથી. તેના ફિગરને મેન્ટેઇન રાખવા માટે તેના ઘરે જ એક પર્સનલ ટ્રેનર રાખવામાં આવ્યો છે.
(આગળની સ્લાઇડ્સમાં જુઓ એન્જેલિકાની વધુ તસવીરો)