અજબ-ગજબ ડેસ્કઃ કોલકત્તાના એક ફોટોગ્રાફરે પોતાની ફોટો સીરીઝમાં ભારતમાં બાયોસેક્યુઅલ લોકોની ડબલ લાઇફ બતાવી છે. તેમાં બતાવ્યું છે કે, LGBT લોકો સમાજના પ્રેશરની નીચે કેવી રીતે પોતાની ડબલ લાઇફ જીવી રહ્યાં છે.
ફોટોગ્રાફર અમિત ડેનું કહેવુ છે કે, પ્રેમની કોઇ જેન્ડર નથી હોતી, તેને LGBT લોકોની ડબલ લાઇફને પોતાની “Coy Mistress” નામની ફોટો સીરીઝમાં કેદ કરી છે.
* સમાજના પ્રેશર નીચે LGBT લોકો જીવે છે આવી જીંદગી
ફોટોગ્રાફર ડેનું કહે છે કે, આપણે ત્યાં સમાજના દબાણના કારણે લોકો ડબલ લાઇફ જીવી રહ્યાં છે, ઘણીવાર લોકો પોતાની ઇચ્છાને પણ છુપાવે છે, જોકે, આવું કરવું આસાન કામ નથી. પણ કેટલીકવાર ડબલ લાઇફ જીવવા LGBTને મજબૂર થવું પડે છે.
ઉલ્લેખનીય છે કે, ફોટોગ્રાફર અમિત ડે ખુદ બોયોસેક્યુઅલ છે. તેને પોતાના મિત્રો પાસે પણ નોટીસ કર્યુ છે કે, કેટલાક લોકો પોતાની સેક્યુઆલિટીને છુપાવે છે. ડે કહે છે કે, પ્રેમને કોઇ રોકી નથી શકતું, તમે નક્કી નથી કરી શકતા પ્રેમ કોની સાથે ક્યારે થઇ જશે. આ ફોટો સીરીઝમાં ગૌરવ, પોપી બેરા, અમિત બિટ્ટુ ડે સામેલ છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટો સીરીઝના બાકીના અન્ય PHOTOS...