35 વર્ષો સળગે છે અહીં અગ્ની, આ છે ધરતી પરના 'નર્કનો દરવાજો'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તુર્કમેનિસ્તાનમાં છેલ્લાં 35 વર્ષોથી સળગી રહ્યો છે આ અગ્ની. તેને જોયા પછી એવુ લાગી રહ્યું છે કે ધરતીમાં નર્કનો કોઈ મોટો દરવાજો ખુલ્યો હોય અને અંદર જવાનો અર્થ છે ભયંકર આગમાંથી પસાર થવું. એટલા માટે જ લોકો તેને નર્કનો દરવાજો કહે છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે કેટલાક જિયોલોજિસ્ટ આ જગ્યાએ ગેસની શોધખોળ માટે ગયા હતા. ધરતીમાં ખાડો ખોદતા-ખોદતા અચાનક એક વિશાળ ગુફા સાથે તેમનો સામનો થયો. આ ગુફાની અંદર પ્રવેશ્યા બાદ તેમને જોવા મળ્યું કે અંદર તો ગેસનો અખૂટ ભંડાર છે, પણ સમસ્યા એ નડીં કે આ ગેસ ખુબ જ ઝેરી હતો.

ખાણમાંથી ઝડપથી નીકળી રહેલા આ ગેસને રોકવા માટે આ લોકોએ તેમાં આગ લગાડી દીધી અને ત્યારથી જ આ આગ સતત સળગતી રહે છે. આ આગમાં કેટલાય ટન ખાસ્સો એવો ગેસ સળગીને વેડફાઈ ગયો હશે અને કહેવાય છે કે આ આગ શાંત થવાનું નામ નથી લઈ રહી. નર્કનો દરવાજો કહેવાતી આ ગૂફાનું દ્રશ્ય ખાસ્સું ભયંકર અને ડરામણું છે.

તેનો વીડિયો જોઈને લાગી રહ્યું છે કે જાણે ધરતીની અંદર આગ લાગી ગઈ હોય. આ યમરાજના નર્કનો દરવાજો ભલે ના હોય, પણ તુર્કમેનિસ્તાનના લોકો તો આ ધરતીના અગ્નિકુંડને આ જ નામે બોલાવે છે. તમે પણ જુઓ આ વીડિયોમાં તેની ભયાનક્તા. (વીડિયોઃ સાભાર યુટ્યુબ)