• Gujarati News
  • The Boston News Letter Is The First Continuously Published Newspaper In USA

જાણો કેવી રીતે શરૂ થયું અમેરિકાનું આ પહેલું નિયમિત અખબાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 1704, અમેરીકામાં આજનાં દિવસે પહેલા નિયમિત અખબાર 'બોસ્ટન ન્યૂઝ-લેટર'ની શરૂઆત કરવામાં આવી હતી. એક નાનકડી સિંગલ શીટની બન્ને તરફ સમાચાર પ્રકાશિત કરવામાં આવતા હતા. ત્યારબાદ તે હાફ શીટ તરીકે ઓળખાવા લાગ્યું હતું. વર્ષ 1704માં અમેરિકામાં બ્રિટિશ રાજ જ હતું.

બોસ્ટનથી અખબારનાં પ્રકાશનની જવાબદારી એક પોસ્ટમાસ્ટર અને પુસ્તક વિક્રેતા જ્હૉન કૈમ્પૂબેલને શોંપવામાં આવી હતી. તેમણે તે લોકોના હિતમાં કામ કર્યું જેઓ બોસ્ટનની શરૂઆતી આબાદીમાં ગણાતા હતા. તે તમામ લોકો દિલથી તો બ્રિટિશ જ હતા.

તેમને પોતાના દેશની ધરતીથી એક સમુદ્રએ દૂર કરી દીધા હતા. આ કારણસર તેઓ લડનના તમામ સમાચારોથી વાકેફ રહેવા માંગતા હતા. તેમના માટે જ્હોને સાપ્તાહિક અખબાર પ્રકાશિત કર્યું અને કેટલાય વર્ષો સુધી તે નિયમિત રહ્યું.

આ સમાચારમાં પ્રકાશિત થનારા સમાચાર લંડન ફ્લાઇંગ પોસ્ટ અને લંડન ગેઝેટ જેવા બ્રિટિશ અખબારોથી લઈને રિપ્રિન્ટ કરવામાં આવતા હતા. એક નાનકડી કોલમ સિટી સમાચાર માટે ફાળવવામાં આવતી હતી.