સાઈગેટ ફેસ્ટીવલઃ લાઈટ, મ્યુઝીક, રોશનીમાં સાત દિવસની ધમાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફેસ્ટીવલ દરમિયાન 3ડી રોશનીમાં મસ્તી કરતા લોકો જેને બ્રિટીશ ડિઝાઈનર એલેન પાર્કિન્સને તૈયાર કરી છે)
બુડાપેસ્ટઃ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં એક આઈલેન્ડ પાસે ડેન્યુબ નદીમાં સાઈગેટ મ્યુઝીક ફેસ્ટીવલ મનાવાઈ રહ્યો છે. બુડાપેસ્ટના આ મ્યુઝીક ફેસ્ટિવલની શરૂઆત 1993માં થઈ હતી. તે સાત દિવસ સુધી મનાવાય છે. સામાન્ય રીતે તેની શરૂઆત ઓગષ્ટના પહેલા અઠવાડિયામાં થાય છે. ઉલ્લેખનીય છે કે ધ ઈન્ડિપેન્ડન્ટએ વર્ષ 2011માં આ ફેસ્ટિવલને યુરોપના પાંચ મોટા ફેસ્ટિવલમાં સામેલ કર્યો હતો.

લો પ્રોફાઈલ સ્ટુડન્ટ ઈવેન્ટના રૂપમાં શરૂ થયેલ આ આજે યુરોપના મોટા રોક ફેસ્ટિવલમાં સામેલ થાય છે. ફેસ્ટિવલ દરમિયાન સંગીતના લગભગ 1000 શો રજૂ થાય છે. ફેસ્ટિવલમાં માત્ર હંગેરી જ નહીં પરંતુ યુરોપના અન્ય દેશોના સહેલાણીઓ પણ મસ્તી કરવા માટે પહોચી જાય છે.
ફેસ્ટીવલની અન્ય તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...