ખોલીને જોજો, ક્યાંક તમારાં કમ્પ્યુટરમાંથી આ વિચિત્ર વસ્તુઓ ન નીકળે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એ વાત ચોક્કસ છે કે તમે તમારાં કમ્પ્યુટરમાં રચ્યા-પચ્યા રહેતા હશો અને તમારાં કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ શું પડ્યું છે, શું નહીં એ વાતની તમને બધી જ ખબર હશે. પણ જ્યારે આ તમે આ તસવીરો જોશો તો તમને પણ થશે કે વાત તો સાચી છે, આપણાં કમ્પ્યુટરમાં પણ આમાની કોઈ વસ્તુઓ જોવા મળી શકે છે.

કમ્પ્યુટર લાવ્યા પછી આપણે તેને મૂકી દેતા હોઈએ છીએ અને તેની સાફ-સફાઈ કે તેના અંદરની ડસ્ટને દૂર કરવાની તસ્દી પણ નથી લેતા હોતા, જેનાથી સિસ્ટમ સ્લો, કાટ ખઈ જવી, સ્પેરપાર્ટ્સ ખરાબ થઈ જવા બળી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અને જ્યારે આપણે આપણી કમ્પ્યુટર સિસ્ટમ ખોલીએ છીએ ત્યારે તેમાં આવી કોઈ વસ્તુઓ જોવા મળી જાય તો આશ્ચર્ય થાય.

તો તમે પણ જૂઓ કેવી-કેવી વસ્તુઓ નીકળી શકે છે તમારા કમ્પ્યુટરમાંથી અને વાંચ્યા પછી એક વખત ખાતરી કરવા કમ્પ્યુટર ખોલીને જોઈ લેજો કે આવી કોઈ વસ્તું છે કે નહીં..