પાણીના પ્રવાહ વચ્ચે બચવાની આશા છોડી દીધી હતી આ શખ્સે, બાદમાં થયો ચમત્કાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેલિફોર્નિયાના ઈમરાલ્ડ પૂલ્સ ઝરણાઓ, ગ્રેનાઈટ પથ્થર અને શીલાઓ માટે જાણીતા છે. અહીં લોકો સ્વિમિંગની મજા લેવા આવે છે. એવી જ મજા એક શખ્સ માટે સજા બની ગઈ, ક્લાની ટ્યુનો નામનો આ શખ્સ તરતા તરતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો. પરંતુ તેનું નસીબ સારૂ હતુ કે પેટ્રોલિંગ વિભાગે થોડી જ વારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધુ અને શખ્સને શોધી લીધો, લગભગ અડધા કલાકની મથામણ બાદ ટ્યુનોને બચાવી લેવાયો. ટ્યુનો પાણીના પ્રવાહથી માત્ર 50 ફૂટ ઉંચે એક શીલા પર બેઠો હતો. તે ગમે તે સમયે પ્રવાહમાં તણાઈ શકત.