બિહામણા સન્નાટા માટે કુખ્યાત છે નામીબિયાનું એક શહેર, જુઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ટાઉન ઓફ સોલિટેર શહેરની એક તસવીર)
નામિબઃ આફ્રિકાના દેશ નામિબિયામાં એક એવું શહેર છે જે પુરી દુનિયામાં પોતાની નિર્જનતા અને ભયાનક સન્નાટાના કારણે કુખ્યાત છે. આ એક એવું શહેર છે જ્યાં પ્રવેશતા જ અજીબ ખામોશીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે આ ઉજ્જડ શહેરને ટાઉન ઓફ સોલિટેરના નામથી ઓળખવામાં આવે છે, જે મધ્ય નામિબિયાના નામિબ-નાઉક્લુફ્ટ નેશનલ પાર્ક (Namib-Naukluft National Park) પાસેના મુખ્ય રોડ સી-14ના કિનારે આવેલુ છે.
સોસ્સુવલેઈ અને વાલ્વિશ ખાડી વચ્ચે સ્થિત ટાઉન ઓફ સોલિટેરમાં માત્ર એક હેન્ડ ઓપરેટેડ પેટ્રોલ પંપ, એક પોસ્ટ ઓફિસ, એક બેકરી, એક જનરલ ડિલરની દુકાન છે. જ્યારે કે પર્યટકો માટે એક કેમ્પ અને એક મોટેલ બનાવાયેલી છે. જો કે અહીં સંપૂર્ણપણે નિર્જન વિસ્તાર હોવા છતાં પર્યટકોની આવન-જાવનના કારણે હવે ઈન્ટરનેટ જેવી સુવિધાઓ મળી જાય છે.
સોસ્સુવલેઈ અને વાલ્વિશના 340 કિમી લાંબા નિર્જન રસ્તામાં ખામોશ ઉભુ ટાઉન ઓફ સોલિટેર જ એક માત્ર એવું સ્પોટ છે જ્યાં પર્યટકો આરામ કરવા રોકાઈ શકે છે. ઉજ્જડ અને રેતાળ વિસ્તારમાં માઈલો સુધી દુર-દુર સુધી ગામનું નામો નિશાન નથી. આ શહેરમાં ઠેકઠેકાણે જોવા મળતી ગાડીઓનો ભંગાર તેને વધુ ડરામણો લુક આપે છે. ખાસ કરીને વર્ષભર ટાઉન ઓફ સોલિટેર અજીબ સન્નાટામાં લપેટાયેલુ રહે છે. આ સન્નાટો થોડો સમય માટે ટુરિસ્ટ સીઝન દરમિયાન પર્યટકોની આવન-જાવનના કારણે તુટે છે.
શહેર વસાવવાની કહાની દિલચસ્પ
આ નિર્જન શહેર બનવાની કહાની દિલચસ્પ છે. જાણકારો અનુસાર આ વિસ્તારમાં 33,00 હેક્ટર જમીનને 1938માં વિલિયમ ક્રિસ્ટોફલ વાન કોલર નામના માણસે નામિબિયાની તત્કાલિન શહેર પાસેથી ખરીદી હતી. જમીનને ખરીદવાનો હેતુ કારાકુલ ઘેટાઓના વ્યવસાયને વિકસાવવાનો હતો. જમીન લેવાની સાથે જ વાને અહીં પહેલી વાર કોઈ નિર્માણ કરતા બે રૂમનું કોટેજ બનાવ્યુ હતુ. આ વ્યક્તિની પત્નિએ જ આ જગ્યાનું નામ ‘સોલિટેર’ રાખ્યુ હતુ.
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો અને જુઓ ટાઉન ઓફ સોલિટેરની કેટલીક અન્ય તસવીરો...