ગર્લફ્રેન્ડ હતી ફૂલજોશમાં, બાપાની 'Double Click'થી દીકરાનો દાવ થઈ ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Divya bhaskar.com એક નવી વીડિયો સિરીઝ લાવ્યું છે. આ સિરીઝનું નામ પણ ચટાકેદાર છે. એટલે કે સિરીઝનું નામ છે મિક્સ ભજિયાં. હાં, આ મિક્સ ભજિયાં સિરીઝમાં અમે તમને અવનવા અને રસપ્રદ વીડિયો બતાવીશું. જેમાં સમાજને ઉપયોગી, નવી માહિતી, જ્ઞાન, સામાજિક પ્રસંગો સહિત વિષયવૈવિધ્ય હશે. આ વીડિયો એક પિતા-પુત્ર વચ્ચેના વ્યંગાત્મક સંવાદો અને સંબંધોનો છે. એક પિતા જ્યારે પોતાના પુત્ર સાથે વાત કરે એટલે કેવી રીતે તેને ખખડાવતો હોય છે. તેમજ સામે પક્ષે પુત્ર કોઈ કારણસર કેવી રીતે પિતાની વાતને ટાળી પોતાની મસ્તીમાં રહેતો હોય છે એ દર્શાવવામાં આવ્યું છે. પિતા પુત્રના લેપટોપનો પાસવર્ડ માગવા માટે ફોન કરે છે અને પછી શરૂ થાય છે પિતાપુત્ર વચ્ચેનો મજેદાર અને ચટાકેદાર સંવાદ. તો તમે પણ આ ચટાકેદાર મિક્સ ભજિયાંના પહેલા એપિસોડની મજા માણો.