દોસ્ત, જો પહેરશો આવા મોજાં, તો ગર્લફ્રેન્ડ થઈ જશે દૂર!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો તમે ડેટ પર જઈ રહ્યાં છો તો તમારા વસ્ત્રો, જૂતાં અને અન્ય વસ્તુઓની સાથે-સાથે મોજાં પણ ચોક્કસ તપાસી લેજો. લોકો એવું માને છે કે પેન્ટ અને જૂતાની નીચે અદ્રશ્ય મોજાથી શું ફેર પડે છે? જનાબ, તમારાં મોજાં તમારી પર્સનાલિટીને ડાઉન કરી શકે છે. એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ડેટ ઉપર જો તમે અજીબ પ્રકારનાં મોજા પહેર્યાં હશે તો 70% સંભાવના છે કે ગર્લફ્રેન્ડ તમને છોડીને ભાગી જશે. - તેમનો બૉયફ્રેન્ડ અજીબ પ્રકારનાં મોજાં પહેરીને આવે તો તે ફરી ક્યારેય તેને મળવા માટે નહીં જાય - કેટલીક મહિલાઓનું કહેવું છે કે આ એક પ્રકારની તમારી ખામીને પ્રસ્તુત કરે છે - કેટલીક મહિલાઓનું કહેવું છે કે તેમને પોતાના દેખાવ ઉપર ગર્વ કરનારા લોકો વધારે પસંદ છે. - ઉપરાંત 10માંથી આઠ બૉસનું કહેવું છે તેવા કર્મચારીને પ્રમોશન આપતા પહેલા બે વખત ચોક્કસ વિચારશે. 'ઑનલાઇન રિટેલર સૉક્ડ.કો.યૂકે' પ્રમાણે મહિલાઓએ કહ્યું કે જો તેમનો બૉયફ્રેન્ડ અજીબ પ્રકારનાં મોજાં પહેરીને આવે તો તે ફરી ક્યારેય તેને મળવા માટે નહીં જાય. ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે, સર્વેમાં સામેલ કેટલીક મહિલાઓનું કહેવું છે કે આ એક પ્રકારની તમારી ખામીને પ્રસ્તુત કરે છે. જ્યારે અન્ય કેટલીક મહિલાઓનું કહેવું છે કે તેમને પોતાના દેખાવ ઉપર ગર્વ કરનારા લોકો વધારે પસંદ છે. આટલું જ નહીં, જો તમે અજીબ પ્રકારના મોજા પહેરો છો, તો તમારા કરિયરમાં પણ સમસ્યા આવી શકે છે. 10માંથી આઠ બૉસનું કહેવું છે કે તેઓ અજીબ પ્રકારના મોજા પહેરીને આવતા કર્મચારીને પ્રમોશન આપતા પહેલા બે વખત ચોક્કસ વિચારશે.