છોકરીને એકલી જોતા જ પીછો કરવા લાગે છે સાપ, વાંચો આખી ઘટના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
અજબ-ગજબ ડેસ્ક: તાજેતરમાં જ એક છોકરાએ એવો દાવો કર્યો છે કે એને નાગિન કિસ કરે છે. આ ઘટનાના થોડા વખત પછી હવે ઉત્તરાખંડમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીનો સાપ પીછો કરે છે. આ યુવતી જ્યાં જાય ત્યાં સાપ એની પાછળ જાય છે. આજે અમે તમને આ ઘટનાની સવિસ્તાર માહિતી આપીશું.
 
જ્યાં જાય છોકરી ત્યાં જાય સાપ
ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં આવેલા દેવડાલી ગામમાં રહેતી સંગીતા નામની છોકરીનો સાપ પીછો કરે છે. લોકોનું કહેવું છે કે થોડા વખત પહેલા તેના સસરાએ ઘરમા ઘુસેલા સાપને મારી નાંખ્યો હતો. ત્યારથી સંગીતા એકલી હોય ત્યારે સાપ એની આસપાસ ભમવા લાગે છે. ઘર ઉપરાંત એ પાણી ભરવા બહાર જાય ત્યારે પણ સાપ એની પાછળ જાય છે.
 
5 વખત ડંખી ચુક્યો છે સાપ
સસરાએ સાપ માર્યાની ઘટનાના એક મહિનામાં જ સંગીતાને 5 વાર સાપ ડંખ માર્યા છે.  જો કે તરત હોસ્પિટલ પહોંચી જતી હોવાથી એનો જીવ બચી જાય છે. પરંતુ થોડાં દિવસો પછી સાપ એને ફરી કરડી લે છે.
 
શિવ મંદિર બનાવ્યાં છતાં નથી મળ્યો છુટકારો
ગામના લોકોએ મળીને સમાધાન કાઢવા માટે સંગીતાના ઘર પાસે શિવ મંદિર બનાવડાવ્યું. તેમછતા સાપોએ સંગીતાનો પીછો ના છોડ્યો. હાલ તો સંગીતાના સાસરીના લોકો એને એકલી નથી મુકતા જેથી સાપ એને કરડી ના જાય.
 
આગળની સ્લાઈડમાં વાંચો આને રિલેટેડ બીજી વાતો...
અન્ય સમાચારો પણ છે...